________________
બ્રહ્મ છું', એવું નિઃસંદેહ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, તે જ મુક્તિ કે મોક્ષ
કહેવાય છે.
यथा छायाशरीरे प्रतिबिम्बगा यत् स्वप्नदेहे
हृदि कल्पिताङ्गे
तव
काचित्
आत्मबुद्धिः न अि
तथा एव
जीवत् शरीरे च
मा अस्तु
(છંદ-ઉપજાતિ) छायाशरीरे प्रतिबिम्बगात्रे यत्स्वप्नदेहे हृदि कल्पिताङ्गे । यथात्मबुद्धिस्तव नास्ति काचित्
जीवच्छरीरे च तथैव माऽस्तु ॥१६५॥
=
=
=
=
= સ્વપ્નના શરીરમાં
(અને) મનમાં કલ્પેલા શરીરમાં
તને
= જરા પણ
=
૩૧૩
=
=
=
જેવી રીતે
સ્થૂળશરીરના પડછાયામાં,
(દર્પણમાં) પ્રતિબિંબિત થયેલા શ૨ી૨માં,
આત્મબુદ્ધિ (‘હું’પણું)
થતી નથી.
તેવી જ રીતે
= જીવતા સ્થૂળ શરીરમાં પણ
= ન હોવી જોઈએ.
આશીર્વચન
સદ્ગુરુ શિષ્યને આશીર્વચન પાઠવતા તેમજ તેને પ્રોત્સાહિત કરતા જણાવે છે કે, જેવી રીતે શરીરના પડછાયામાં કે પાણીમાં પડેલા દેહના પ્રતિબિંબમાં તથા સ્વપ્નમાં દેખાતા કાલ્પનિક શરીરમાં કે જે માત્ર
મનનું પ્રક્ષેપણ છે તેવા, કોઈ પણ ભ્રાંત શ૨ી૨માં તને આત્મબુદ્ધિ થતી નથી. અર્થાત્ છાયા, પ્રતિબિંબ કે સ્વપ્ન શરીર ‘તે હું છું’ તેવું તે કદી માનતો નથી. એ જ પ્રમાણે આ જીવતા સ્થૂળ દેહમાં પણ તને કદાપિ