________________
૩૪
એકબીજાથી સૂક્ષ્મ છે, તેવું તાત્પર્ય અત્રે અભિપ્રેત છે. દા.ત. અન્નમયકોશ બહાર અને ઉપર હોવાથી સૌથી સ્થળ છે જ્યારે આનંદમયકોશ અનુક્રમે અન્ય કોશોની ભીતર હોવાથી સૌથી સૂક્ષ્મ છે અને આત્મા તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે.
આત્માનાત્મવિવેક પશ્ચાત્ તરત જ ગ્રંથમાં પંચકોશનું વિવરણ આચાર્યશ્રી રજુ કરે છે. તેથી હેતુ સ્પષ્ટ સમજાય છે કે પાંચેય કોશોરૂપી બાહ્ય કે આંતર આવરણ ઉપર વિશદ વિચારણા કરી મુમુક્ષુએ અંતે તો એવા નિષ્કર્ષ ઉપર જ આવવાનું છે કે ઉપરોક્ત પાંચેય કોશોમાંથી મારે કોઈની પણ સાથે ખોટું તાદાત્મ કરી તેમાં આસક્ત થવું જોઈએ નહીં. પરંતુ વિવેકના બળે પંચકોશનું આવરણ દૂર કરી એટલું જ સમજવાનું છે કે હું ધૂળ, સૂક્ષ્મ કે કારણ જેવા ત્રણે શરીરો અને તેની સાથે સંકળાયેલા પંચકોશથી ન્યારો અને મુક્ત છું. “નથી હું પંચકોશ કે નથી તે મારા', આવા નિઃસંદેહ જ્ઞાન દ્વારા જ આત્મજ્ઞાનના પ્રત્યેક પથિકે પોતાના સ્વસ્વરૂપનો સાચો ખ્યાલ મેળવી દેહ અને કોશોના બંધનથી મુક્ત થવાનું છે.
અન્નમયકોશ પંચકોશવિવરણનો પ્રારંભ પ્રસ્તુત શ્લોકમાં અન્નમયકોશથી કર્યો છે તે સમજાવતાં જણાવાયું છે કે અન્ન દ્વારા લોહી બને છે અને લોહીમાંથી શુક્રકણો ઉત્પન્ન થાય છે. તેવા શુક્રકણો દ્વારા સ્થૂળદેહની ઉત્પત્તિ થઈ છે. આમ, અન્નથી ઉત્પન્ન થનારો સ્થૂળદેહ જ અન્નમયકોશ તરીકે જણાય છે. એવા નામાભિધાન પાછળ એવી વાસ્તવિકતા છૂપાયેલી છે કે આ સ્થૂળદેહ કે અન્નમયકોશ, અન્ન દ્વારા જ ઉત્પન્ન થાય છે. અન્નના પોષણ દ્વારા જ જીવિત રહે છે અને અન્નના અભાવમાં વિનાશને પ્રાપ્ત થાય છે. માટે તે અન્નમય કહેવાય છે. આવા અન્નમયકોશમાં જે ત્વચા, ચામડી, માંસ, લોહી, હાડકાં, મળ, મૂત્ર, કફ વગેરેનો સમૂહ રહેલો છે