________________
૩૦૩
Gીમય પ્રાણમય #Gilભય વરnsla
કેવી રીતે પંચકોશના આવરણથી મુક્ત કરવો તે સમજાવવા માટે અત્રે લગભગ છપ્પન (પ૬)શ્લોક દ્વારા પંચકોશવિવરણ કે વિવેચન કરવામાં આવે છે. જેમાં પ્રથમ અગિયાર(૧૧) શ્લોક દ્વારા સ્થળશરીર સાથે સંકળાયેલો અન્નમયકોશ સમજાવવામાં આવે છે અને તે જ રીતે સૂક્ષ્મ અને કારણ શરીરના સંદર્ભમાં પ્રાણમયકોશ, મનોમયકોશ, વિજ્ઞાનમયકોશ અને આનંદમયકોશ એવા પાંચેય કોશનો સવિસ્તાર વિચાર કર્યો છે. પ્રસ્તુત શ્લોકના શબ્દાર્થ બાદ અપાયેલ આકૃતિમાં સૌથી ઉપર કે બહાર સ્થળ શરીરનો અન્નમયકોશ છે, જે આંખે દશ્ય છે. તેની અંદર પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોશ અનુક્રમે જણાવાયા છે અને તે સૌની અંદર કે ભીતરમાં આત્મા કે બ્રહ્મના પ્રતીકરૂપે ૩ૐ દર્શાવાયો છે. પરંતુ સુજ્ઞ મુમુક્ષુએ તો એટલું જ સમજવાનું કે ઉપરોક્ત પાંચ કોશ અસંગ આત્મા ઉપર માત્ર આવરણ રૂપે જ છે. એકબીજાની અંદર અર્થાત અનુક્રમે તેઓ