________________
૩૦૧
= રહે છે
तिष्ठति સ: મુt:
= તે મુક્ત છે.
'વિવેકી જ મુક્ત છે.
જેવી રીતે એક પ્રકારના ઘાસની સળી જેને મુંજ કહેવાય છે તે ઘાસની સળી ઉપર રહેલું સૂક્ષ્મ ઘાસનું પડ દૂર કરી, વિવેકી પુરુષ તેની મધ્યમાં રહેલી સળીને ઘાસ કે તૃણથી ભિન્ન અને અલગ જુએ છે તેમજ તે બન્નેનો ભેદ સમજે છે. તે જ પ્રમાણે આત્મા-અનાત્માના વિવેકથી સંપન્ન પુરુષ, સર્વ દશ્યવર્ગના પ્રાણી-પદાર્થોનાં શરીરોની ભીતર રહેલા નિર્વિકાર અને અસંગ આત્માને દશ્ય અને જડ શરીરોથી ઉપરોક્ત સળીની જેમ દૂર કરી આત્માને, નાશવાન શરીરોથી કે દશ્યવર્ગથી જુદો જાણે છે. ઉપરાંત તમામ દશ્યવર્ગને અર્થાત્ જડ શરીરોને અધિષ્ઠાનરૂપી આત્મામાં આરોપ તરીકે સમજી તેવા મિથ્યા આરોપનો અધિષ્ઠાનમાં વિલય કરીને માત્ર અદ્વિતીય, અખંડ, અભેદ આત્મામાં જ વિહાર કરતો જીવન ગાળે છે તેને મુક્ત પુરુષ કહેવામાં આવે છે.
નિષ્કર્ષમાં સમજવાનું કે જેની પાસે આત્માનાત્માના વિવેકરૂપી સૂક્ષ્મ બુદ્ધિ હોય છે અને તેવી બુદ્ધિ દ્વારા શ્રદ્ધાયુક્ત થઈ જો તે આત્મતત્ત્વનું સંશોધન કરે છે, તો તેને આ અસાર સંસારમાંથી પણ અમરતાના સારસ્વરૂપ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. તેવી અમરતામાં વિહાર કરનારનું જ વિષયભ્રમણ નષ્ટ થાય છે. જેવી રીતે વ્યવહારમાં પણ વિવેકી પુરુષને પહાડ અને પર્વતની ખીણોમાં કે પાષાણની ખાણોમાં પથ્થરમાં છૂપાયેલ સોનું, ચાંદી કે હીરા જણાઈ આવે છે, તેવો વિવેકી, પથ્થરને દૂર કરી સોનું, ચાંદી, કીમતી ધાતુ કે હીરાને જ ગ્રહણ કરી પાષાણભ્રમણ અટકાવી સોના-ચાંદી જેવી સમૃદ્ધિમાં વિહાર કરે છે. તે જ પ્રમાણે વિવેકી પુરુષો, પુષ્પોમાં છૂપાયેલા મકરન્દ, તલમાં છૂપાયેલા તેલ અને દૂધમાં સંતાયેલા નવનીતની જેમ સર્વમાં રહેલા આત્માને શોધી કાઢે છે. આમ, સૂક્ષ્મવિવેક વિના નથી વ્યાવહારિક સમૃદ્ધિ કે નથી પારમાર્થિક મુક્તિ.