________________
૩૦૦
ન હતો. પંચકોશનું અનાવરણ થતાં જ તે આત્મસાક્ષાત્કારરૂપે જણાય છે. આવી મુક્તિ કે મોક્ષને શાસ્ત્રમાં પ્રાપ્તસ્ય પ્રતિઃ' કહેવામાં આવે છે.
આવી “પ્રાપ્તસ્ય પ્રતિઃ' માટે આ શ્લોકચતુષ્ટયને અંતે જણાવાયું છે કે, આત્મા જડ દેહથી જુદો છે, તેવો આત્મા અને અનાત્માનો વિવેક કરવો જોઈએ. માત્માનાત્મા વિવેઃ જર્તવ્ય: |' આવો આત્મા અને અનાત્માનો વિવેક અર્થાત તે બંનેને સૂક્ષ્મ બુદ્ધિથી છૂટાં પાડવાની પ્રક્રિયાથી જ સંસારરૂપી બંધન છૂટે છે. વિદ્વાન તેવા બંધનથી મુક્ત થાય છે. માટે દરેક વિચારક વિદ્વાને આવો વિવેક કરી પોતાને પંચકોશ અને જડ શરીરથી જુદો, સત-ચિત અને આનંદ તરીકે જાણવો જોઈએ. વિદ્વાનો આવી રીતે દેહથી જુદું પોતાનું સ્વરૂપ જાણી આનંદ અનુભવે છે.
(છંદ-ઉપજાતિ) मुजादिषीकामिव दृश्यवर्गात्
प्रत्यञ्चमात्मानमसङ्गमक्रियम् । विविच्य तत्र प्रविलाप्य सर्वं
तदात्मना तिष्ठति यः स मुक्तः ॥१५॥ મુગ્ધાતુ રૂષીમાં રૂવ = મુંજથી સળીની જેમ (મુંજની સળીને મુંજથી
જુદી સમજી લેવાય છે તેમ) दृश्यवर्गात् = દેખાતા સર્વ પદાર્થોથી જુદો, प्रत्यञ्चम्
= સર્વની અંદર રહેલો, असङ्गम्
= અસંગ अक्रियम्
= નિષ્ક્રિય, आत्मानम् = આત્માને विविच्य
= સર્વથી જુદો સમજીને तत्र सर्वं प्रविलाप्य = આત્મામાં જ સર્વનો વિલય કરીને ય: તત્વ-માત્મા = જે તેવા આત્મસ્વરૂપે