________________
૨૯૩
છે. તેવો ઘટસ્ફોટ અત્રે સરળતાથી સમજાય તેવો છે. પરંતુ શ્લોકમાં જણાવ્યું છે કે બંધન મનાવેનન્ત રિતઃ' અર્થાત્ બંધન અનાદિ અને અનંત છે એમ કહેવાય છે. આથી મૂંઝવણ થાય છે કે જો બંધન અંત વિનાનું અનંત હોય તો તો બંધનથી કોઈ પણ પ્રયત્ન કોઈનો છૂટકારો થઈ શકે નહીં અને બંધનથી મુક્તિ તો મળે જ નહીં. તો પછી મોક્ષાર્થે આપણાં પ્રયત્નો વ્યર્થ અને નકામા થઈ જાય. મોક્ષ કે મુક્તિ માટેના શાસ્ત્રના વચનો મિથ્યા ઠરે. આમ હોવાથી વ્યાખ્યાનો વિવેકયુક્ત ઘટસ્ફોટ કરવો અનિવાર્ય છે.
બંધનને અત્રે અનંત કહ્યું, તેનો અર્થ એવો નથી કે તેનો અંત જ ન આવે. પરંતુ બંધનથી છૂટવું કષ્ટમય, અઘરું અને દુષ્કર છે તેવું જણાવવા માટે જ તેને અનંત કહ્યું છે. તત્ત્વાર્થ તો બંધન કોઈ પણ પ્રકારે, કોઈ પણ કર્મથી તૂટે તેમ નથી; આત્મજ્ઞાન માત્રથી જ બંધનનો અને તેના કારણ, અજ્ઞાનનો એક સાથે બાધ થઈ શકે તેમ છે. અર્થાત્ જ્ઞાન વિના બંધનનો અંત આવે તેમ નથી માટે કહ્યું છે કે તે અનંત છે. બાકી તત્ત્વાર્થે બંધન અનાદિ અવશ્ય છે છતાં સાંત છે. ઉપરાંત અજ્ઞાનના લીધે જ બંધન ઉત્પન્ન થાય છે અને અજ્ઞાનરૂપી બંધનમાં જ જન્મ, જરા અને મૃત્યુરૂપી પ્રવાહનિયત્વ રહેલું છે. ગીતા પણ જણાવે છે કે જેનો જન્મ છે તેનું મોત નિશ્ચિત છે અને જેને મૃત્યુ છે તેનો પુનર્જન્મ અવશ્ય થાય છે. “નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ઘુવં જન્મ મૃતસ્ય ચ ” (ભ.ગીતા-૨/૨૭)
આવા જન્મમૃત્યરૂપી બંધનના ચક્રમાં પ્રવાહનિત્યત્વ જણાય છે માટે પણ અંત્રે તેવા બંધનને અનંત કહેવાયું છે. પણ સુજ્ઞ મુમુક્ષુ તેનો શબ્દાર્થ ન લેતા લક્ષ્યાર્થે સમજી શકશે કે બંધનનો બાધ કરવાની દુષ્કરતાને લીધે જ તેને અનંત કહેવાયું છે. વાસ્તવમાં તે અનાદિ હોવા છતાં જ્ઞાનમાં અંત પામે તેવું છે. ઉપરોક્ત બંધન જ જીવાત્માને જન્મ, મરણ, વ્યાધિ અને ઘડપણ જેવા દુઃખના પ્રવાહમાં નાંખી, સંસારરૂપી બંધન પેદા કરી, તેને ભવસાગરમાં ફસાવે છે.