________________
૧૩
બુદ્ધિથી ન જાણી શકાય તેવા અગોચર છે, છતાં વેદાંતસિદ્ધાંતોના એકમાત્ર વિષયરૂપ છે. તેવા પરમાનંદસ્વરૂપ સદ્ગુરુ ગોવિંદને હું પ્રણામ કરું છું. આવો પ્રથમ શ્લોકનો ભાવાર્થ છે.
શંકરાચાર્યજી ગોવિંદ એવો શબ્દપ્રયોગ કરીને એક જ કાંકરે બે પક્ષી મારે છે. ‘ગોવિંદ’ શબ્દપ્રયોગ એવો સુંદર રીતે યોજવામાં આવ્યો છે કે તેમાંથી બે અર્થ ફલીભૂત થાય છે. તદુપરાંત ‘ગોવિંદ’ શબ્દ સાથે ‘ગોચર’ અને ‘અગોચર’ જેવા બે શબ્દોનો પ્રયોગ પણ વિચારણીય છે.
શંકરાચાર્યજીના ગુરુદેવનું નામ આચાર્ય ગોવિંદપાદ છે. માટે ‘ગોવિંä અહં પ્રળમામિ ’ ‘હું ગોવિંદને નમસ્કાર કરું છું.' આ વાક્યનો વ્યાવહારિક સત્યના દૃષ્ટિકોણથી વિચાર કરતાં, ‘ગુરુ ગોવિંદપાદને પ્રણામ કરું છું' એવો અર્થ અભિપ્રેત છે. ‘ગો’ એટલે ઇન્દ્રિયો અને વિંદ અર્થાત્ ઇન્દ્રિયોનો જે પ્રકાશક છે તે ગોવિંદ છે. આ પ્રમાણે વિચારતાં ગોવિંદ શબ્દથી સર્વશ્રેષ્ઠ અવ્યક્ત તત્ત્વ જ કહેવાય છે. જે પ્રકાશસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પરમાત્મા, ઇન્દ્રિયોસહિત આખા બ્રહ્માંડને પ્રકાશે છે તેને નમસ્કાર કરવાનો ઉદ્દેશ છે. ગોવિંદ શબ્દ સાથે પ્રયોજેલા ગોવરમ્ અને અોવરમ્ શબ્દો, વેદાંતનું રહસ્ય સમજાવે છે.
વેદાંતના રહસ્યરૂપી તાળાને ખોલીને, અગોચર પરમાત્માનો નિર્દેશ કરવારૂપી ચાવી ગુરુ પાસે જ છે, માટે સ્વયં શંકરાચાર્યજી નતમસ્તક થઈને પોતાના ગુરુ ગોવિંદપાદને નમસ્કાર કરે છે. આચાર્ય ગોવિંદપાદ નર્મદાનદીને કિનારે કારેશ્વર પાસે રહેતા હતા. તેમણે શંકરાચાર્યજીને સંન્યાસ દિક્ષા આપી હતી. ગોવિંદપાદ, જે ગોચર છે અર્થાત્ ઇન્દ્રિયોથી જોઈ શકાય તેવા છે, તેમને નમસ્કા૨ ક૨ીને પછી જ તે અગોચર ગોવિંદ તત્ત્વનું સ્મરણ કરે છે. જેના માટે ઉપનિષદ કહે છે કે
થતો વાનો નિવર્તો અપ્રાપ્ય મનસા સહ ।'' (તૈત્તિરીયોપનિષદ-બ્રહ્માનંદવલ્લી)