________________
વિવેકચૂડામણિ
(છંદ-અનુષ્ટ્રપ) सर्ववेदान्तसिद्धान्तगोचरं तमगोचरम् । गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणमाम्यहम् ।। १ ।।
ગોવરમ્ = ઇન્દ્રિયો દ્વારા જાણી ગોવિન્દમ્
શકાય નહીં તેવા, સર્વવેદાન્તસિદ્ધાન્ત = ઉપનિષદો- પરમાનન્દમ્
ના બધા સિદ્ધાંતો દ્વારા ગોવરમ્ = જાણી શકાય તેવા, तम् । = તે
अहम् ગુરુમ્ = સદ્ગુરુ પ્રામામિ
મંગલાચરણ
= શ્રીગોવિંદપાદા
ચાર્યજીને (તથા) = પરમઆનંદ
સ્વરૂપ પરમાત્માને
= પ્રણામ કરું છું.
આ દેશની એક પરંપરા રહી છે કે કોઈ પણ શુભ કાર્ય શરુ કરતા પૂર્વે પ્રારંભમાં પ્રાર્થના કે સ્તુતિ કરવામાં આવે અને પછી જ કાર્યારંભ થાય. સત્સંગ, પ્રવચન કે અધ્યયન-અધ્યાપનના પ્રારંભમાં આપણે શાંતિપાઠ બોલીએ છીએ. તેમ આ ગ્રંથના શુભારંભમાં શંકરાચાર્યજી પણ મંગલાચરણ દ્વારા પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે અને પછી ગ્રંથનો પ્રારંભ કરે છે. મંગલાચરણ કરતા તેઓ કહે છે કે સર્વવેદાન્તસિદ્ધાંતોવર તમોવરમ્ | પરમાત્મા અગોચર છે અર્થાત જાણવા અશક્ય છે અને છતાં વેદાંતના સર્વ સિદ્ધાંતોથી ગોચર થાય છે. અર્થાત જાણી શકાય છે. વેદાંત એટલે વેદનો અંત ભાગ જેને શ્રુતિ કે ઉપનિષદ પણ કહે છે. તેની સહાયતા વિના તે પરમાત્માને જાણી શકાય નહીં. અન્ય અભિગમથી એવું પણ કહી શકાય કે તે પરમાત્મા વેદાંતના સર્વ સિદ્ધાંતોના એક માત્ર વિષયરૂપ છે. જેને શંકરાચાર્યજી પ્રણામ કરે છે તે પરમાત્મા જ સંપૂર્ણ વેદાંતશાસ્ત્રનું એકમાત્ર લક્ષ્ય છે. ઇન્દ્રિયો, મન અને