________________
ર૭૬
કંઈ કર્મ કરે છે, ફળ ભોગવે છે તેવું કહેવાય નહીં. તે જ પ્રમાણે શરીર વૃદ્ધિ, વિકાસ, યુવાની, ઘડપણ જેવા વિકારોને પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયો પણ બહેરી, આંધળી, લૂલી વગેરે વિકારોને પ્રાપ્ત થાય છે. મનમાં પણ રાગ-દ્વેષ કે સંશય જેવા વિકારો જોવા મળે છે. છતાં, દેહમાં રહેલા આત્માને કોઈ પણ વિકારનો સ્પર્શ થતો નથી અને આત્મા વિકારી પણ બનતો નથી. નિષ્કર્ષ એટલો જ છે કે આત્માને નથી તો ઇન્દ્રિયો કે અવયવની ક્રિયાઓ ક્રિયાશીલ કરતી કે ન આત્મા કર્મનો કર્તા બને છે. આમ, આત્મામાં નથી ક્રિયા, કર્મ, તેથી તે નિષ્ક્રિય છે. તેને નથી કોઈ વિકારો, તેથી તે નિર્વિકારી છે. વિકારરહિત આત્મા મૃત્યુ પામતો નથી અને નિષ્ક્રિય હોવાથી કરેલાં કર્મના ફળ ભોગવવા માટે પુનઃ જન્મ લેતો નથી. આથી સ્પષ્ટ છે કે આત્માને જન્મ-મૃત્યુ જેવા વિકારોનો સ્પર્શ માત્ર નથી. તેથી આત્મા જન્મ-મૃત્યુના બંધનથી મુક્ત છે અને ઇન્દ્રિયોના કર્મ કે ભોગથી. અસંગ છે.
| (છંદ-ઉપજાતિ) न जायते नो म्रियते न वर्धते
न क्षीयते नो विकरोति नित्यः । विलीयमानेऽपि वपुष्यमुष्मिन्न ।
लीयते कुम्भ इवाम्बरः स्वयम् ॥१३६॥ નિત્ય =(આત્મા) નિત્ય હોવાથી અમુમ્બનું વપુષિ = આ સ્થૂળ શરીર ન નાયતે = જન્મતો નથી, વિત્તીયાને પ = નાશ પામે નો પ્રિયતે = મરતો નથી,
ત્યારે પણ ન વર્ધતિ = વૃદ્ધિ પામતો નથી, કુમે જ્વર: રૂવ ઘડામાંના ન ક્ષીયતે = ઘટતો નથી,
આકાશની જેમ નો વિરોતિ અને વિકાર સ્વયમ્ = પોતે
પામતો નથી. તીયો = નાશ પામતો નથી. પૂર્વેના શ્લોકમાં આત્માનો નિર્વિકારી ધર્મ દર્શાવ્યો હોવા છતાં