________________
વેહ-ફન્દ્રિય-પ્રાકૃતक्रियाणाम्
ज्ञाता
तान् अनुवर्तमानः
न चेष्टते
किञ्चन नो विकरोति
= તથા શરીર, ઇન્દ્રિયો અને પ્રાણોની
ક્રિયાઓનો
=
૨૭૫
= જ્ઞાતા (આત્મા)
તેમનું(મન વગેરેનું) અનુસરણ કરતો
હોવા છતાં
=
=
- (વાસ્તવમાં) કાંઈ ક્રિયા કરતો નથી (કે) (લેશમાત્ર) વિકાર પામતો નથી.
=
આત્માનું નિષ્ક્રિય અને નિર્વિકા૨ીપણું
આત્મા અવિકારી અને અક્રિય છે તેવું સમજાવતાં અત્રે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે કે, જેવી રીતે લોખંડના ગોળાને જો અગ્નિની ભઠ્ઠી(FURNACE)માં તપાવવામાં આવે તો પૂર્વે જે લોખંડનો ગોળો સ્પર્શ થાય તેવો ઠંડો અને કાળા રંગનો વજનદાર જણાતો હતો તે અગ્નિની ભઠ્ઠીમાં અગ્નિના સંસ્પર્શથી હવે, ગ૨મ થઈને તેવા જ આકા૨નો પરંતુ સ્પર્શ ન કરી શકાય તેવો અને લાલચોળ દેખાય છે. અર્થાત્ અગ્નિ, લોખંડના ગોળામાં સર્વવ્યાપ્ત થયેલો છે. તેમાં કયાંય અગ્નિ નથી તેવું નથી. તેમ છતાં લોખંડનો ગોળો જમીન ઉપર દોડવાની ક્રિયા કરતો હોય તો તેમાં રહેલો અગ્નિ ક્રિયા કરે છે તેવું કહેવાય નહીં. તપ્ત ગોળામાં રહેલો અગ્નિ નથી તો દોડવાની ક્રિયા કરતો કે નથી ગોળા જેમ થંભી જતો. પરંતુ, ગોળા સાથેના તાદાત્મ્યથી અજ્ઞાનીને,‘અગ્નિ ક્રિયા કરે છે', એવું જણાય છે. તેવી જ રીતે, તપેલા ગોળાને જો ઘણના ઘા પડે તો ગરમ થયેલા લોખંડના ગોળાના આકારમાં પરિવર્તન થાય છે. તેથી કરીને કોઈ મૂર્ખ જ એવું કહી શકે કે, અગ્નિના આકારમાં પરિવર્તન થયું છે. આવી રીતે, લોખંડા ગોળામાં રહેલો અગ્નિ ન તો ક્રિયા કરે છે કે ન તો પરિવર્તન પામે છે. તે જ પ્રમાણે શરીરમાં રહેલો આત્મા શરીરમાં સર્વવ્યાપ્ત છે. શરીરમાં રહેલી ઇન્દ્રિયો, મન-બુદ્ધિ અને સ્વયં શરીરને તે ચેતના પૂરી પાડે છે. જેના દ્વારા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ વગેરે સૌ કોઈ ક્રિયાશીલ થાય છે, કર્મ કરે છે, ફળ ભોગવે છે, તેથી તેમાં રહેલો સાક્ષી આત્મા