________________
૨૭૪
इदं विश्वम् प्रकाशयन्
= આ વિશ્વને = પ્રકાશતો રહીને = પ્રકાશે છે.
प्रकाशते
આત્મસંશોધન આત્માની સઘન વિવેચનાથી સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે કે જો આત્મા સર્વવ્યાપ્ત હોય, શરીરસ્થ હોય, તેનાથી જ મન, બુદ્ધિ કે ઇન્દ્રિયો પ્રેરણા અને ચૈતન્ય પ્રાપ્ત કરતાં હોય તો તેવા આત્માને શોધવો ક્યાં? તેવા પ્રશ્નના ઉત્તરમાં શંકરાચાર્યજી સમજાવે છે કે સર્વવ્યાપ્ત આત્મા કયાંય નથી તેવું નથી. છતાં તે દરેક સ્થળે જણાય તેવો પણ નથી. માટે જ તે આત્માને અન્ય સ્થળ કરતાં સત્ત્વગુણવાળા અંતઃકરણમાં અર્થાત્ શુધ્ધ અંતઃકરણરૂપી ગુફામાં કે સૂક્ષ્મ બુદ્ધિરૂપી ગુફામાં શોધી કે જાણી શકાય છે. કારણ શરીરસ્થ જે અવ્યાકૃત આકાશ છે તેમાં રહેલું સ્વયંપ્રકાશ કે ચૈતન્ય જ આત્મસ્વરૂપ છે, એવી રીતે આત્મસંશોધન થઈ શકે તેમ છે. જેવી રીતે ઊંચે આકાશમાં રવિ પ્રકાશે છે અને પોતાના પ્રકાશથી જ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે તેવી રીતે મનુષ્ય દેહના અવ્યાકૃત આકાશમાં રહેલો ચૈતન્ય આત્મા દેહ, ઈન્દ્રિયો, મન-બુદ્ધિ તથા સર્વ કાંઈ અસ્તિત્વમાં છે તેને પ્રકાશિત કરે છે અથવા જણાવે છે. તેવો જ તત્ત્વાર્થ અત્રે આચાર્યશ્રીને અભિપ્રેત છે.
(છંદ-ઉપજાતિ) ज्ञाता मनोऽहंकृतिविक्रियाणां
देहेन्द्रियप्राणकृतक्रियाणाम् । अयोऽग्निवत्ताननुवर्तमानो
___ न चेष्टते नो विकरोति किञ्चन ॥१३५॥ अयः अग्निवत् = તપાવેલા લોઢામાં રહેલા
અગ્નિની જેમ મનઃ-માંકૃતિવિઝિયાનામ્ = મન તેમજ અહંકારના વિકારોનો