________________
ર૬ર
જ સુષુપ્તિની અવસ્થામાંથી જાગતાં જ વ્યક્તિ કહે છે કે, ‘મને સુખદ ગાઢ નિદ્રા આવી ગઈ. અરે! તે દરમ્યાન શું થયું તે કંઈ જ હું જાણતો નથી. રાત ક્યાં પસાર થઈ તે પણ હું જાણતો નથી. મને એટલી જ ખબર છે કે હું સુખથી સૂતો હતો.’’ ‘અહં વિપિ ન નાનામિ । મયેન સુલેન નિદ્રા અનુસૂયતે ।' આ ઉપરથી ફલિત થાય છે કે સુષુપ્તિમાં બહા૨ની સૃષ્ટિનું કે અંદરની સ્વપ્ન જેવી સૂક્ષ્મ પ્રવૃત્તિ વગેરેનું કોઈપણ પ્રકા૨નું જ્ઞાન હોતું નથી પરંતુ તેથી વિપરીત, જ્ઞાનની (જાણવાની) કે વ્યવહા૨ની તમામ પ્રવૃત્તિની નિવૃત્તિથી ત્યાં અજ્ઞાનજન્ય શાંતિ અનુભવાય છે. બીજા અર્થમાં જગતની કે સંસારની નિવૃત્તિરૂપી શાંતિનો આ અનુભવ છે. આને ગાઢ અજ્ઞાનદશા જ કહેવાય છે. આવી અજ્ઞાનદશાને જ સુષુપ્તિ કહેવાય છે. જેનો પ્રસિદ્ધ અનુભવ ઉપર જણાવ્યા મુજબ ‘હું કંઈ જાણતો નથી' એવો છે. આમ, સ્પષ્ટ થાય છે કે કારણશરીર એટલે જ તદ્દન અજ્ઞાનદશા. આમ સમજતાં, કારણદેહનો અર્થ અજ્ઞાનદશા જેવો થાય છે. તે અજ્ઞાનદશામાં આત્માનું જ્ઞાન હોતું નથી. નહીં તો સુષુપ્તિ અને સમાધિ એક જ થઈ જાય. પરંતુ સુષુપ્તિ એ અજ્ઞાનદશા છે. તેનો અર્થ ત્યાં પોતાના સ્વ-સ્વરૂપનું અજ્ઞાન છે. માટે જ અજ્ઞાની પુરુષ પણ સ્થૂળ શરીરને આત્મા માની ‘હું શરીર કે શરીર મારું’ એવો અનુભવ કરે છે. આવા અજ્ઞાનમાં ખોટા તાદાત્મ્યથી જ સ્થૂળશરીરનો જન્મ થાય છે અને તે જ પ્રમાણે જ્યારે સ્વરૂપને ન જાણનારો મન, બુદ્ધિ, અહંકાર કે ઇન્દ્રિયો જેવા સૂક્ષ્મશરીર સાથે તાદાત્મ્ય કરે ત્યારે સૂક્ષ્મશરી૨ જન્મે છે. આમ, સ્થૂળ અને સૂક્ષ્મ બન્ને શરીરો અજ્ઞાનમાંથી જન્મે છે. તેથી જ તે બન્ને શ૨ી૨ોનું કારણ, કા૨ણદેહની અજ્ઞાનદશા જ છે. માટે બન્ને દેહને જન્માવનાર શરીરને ‘કારણદેહ’ એવું નામ આપવામાં આવ્યું છે. આવી ચર્ચાથી કા૨ણદેહનો તત્ત્વાર્થ સમજાયો અને ‘કારણદેહ’ એવા નામનો લક્ષ્યાર્થ પણ પકડાયો.
સુષુપ્તિની અવસ્થામાં જ્યાં ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સર્વ કાંઈ અજ્ઞાન અથવા કારણમાં લીન પામે છે ત્યાં, જગતને કે આંતરબાહ્યવૃત્તિઓને જાણવાવાળું કોઈ હોતું નથી. છતાં સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કહે છે કે ‘હું કંઈ જાણતો નથી.' આવું કંઈ ન જાણવાપણું કોણે જાણ્યું? એવો પ્રશ્ન ઊભો થાય છે અર્થાત્ ત્યાં નિશ્ચિત કોઈ જાણનારો હોવો જ જોઈએ. તેથી અનુમાને અને અનુભવે