________________
૨૫૩
સંસ્કૃતેઃ = સંસારનું વિક્ષેપશઃ = (અને) વિપેક્ષશક્તિના નિદાનમ્ = મૂળ કારણ છે. પ્રસરશ્ય હેતુ = વિસ્તારનું કારણ છે.
તમોગુણની આવરણશક્તિ
જીવાત્માને રજોગુણ દ્વારા વિક્ષેપ થવાનું તેમજ સંસારરૂપી બંધન પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ તમોગુણ દ્વારા ઉત્પન્ન થયેલી આવરણ શક્તિ જ છે. આવી આવરણ શક્તિના પ્રભાવથી જ વસ્તુ, મૂળ સ્વરૂપે જેવી હોય તેના કરતાં અન્યસ્વરૂપે કે વિપરીતરૂપવાળી જણાય છે. માટે જ તેને આવરણશક્તિ એવું નામ અપાયું છે. તમોગુણથી ઉત્પન્ન થયેલી આવરણ શક્તિ આત્મવસ્તુના મૂળસ્વરૂપને આચ્છાદિત કરે છે કે ઢાંકી દે છે. માટે જ આત્માનું સાચું સ્વરૂપ ન જણાતાં કે આત્મજ્ઞાન ન થતાં, ભ્રાંતિ જન્મે છે. માટે જ કહ્યું છે કે તમોગુણ, સર્વ જીવોમાં મોહ ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં, પરંતુ આત્મજ્ઞાન મેળવવામાં વિઘ્ન ઊભું કરવા માટે પ્રમાદ, આળસ અને નિદ્રા વધારે છે. આમ, પ્રમાદ જ આત્મજ્ઞાનથી મનુષ્યને વંચિત રાખી અનાત્મા સાથે કે જડ શરીર સાથે તાદાત્મ કરાવી, જીવતાં જ અજ્ઞાનીને મૃત્યુને શરણ કરે છે. માટે જ આવા પ્રમાદને મહામૃત્યુ કહ્યું છે. “પ્રમાવો વૈ મૃત્યુ: ' (સનત સુજાતનો ઉપદેશ-૨૪) આવો આત્મજ્ઞાન સંદર્ભનો પ્રમાદ, આળસ કે આવરણ જ વ્યક્તિને બંધનમાં નાંખે છે.
.. 'तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् । પ્રમાવાસ્યનિદ્રામિસ્તત્રિવજ્ઞાતિ ભારત ” (અ.૧૪-૮)
“હે અર્જુન! અવિદ્યાથી ઉપજેલા તમોગુણને, સર્વ જીવોમાં ભ્રાંતિ ઉપજાવનારો જાણ. તે (જીવાત્માને) પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બાંધે છે.
| (છંદ-શાર્દૂલવિક્રીડિત) प्रज्ञावानपि पण्डितोऽपि चतुरोऽप्यत्यन्त सूक्ष्मार्थदृक् व्यालीढस्तमसा न वेत्ति बहुधा सम्बोधितोऽपि स्फुटम् । भ्रान्त्यारोपितमेव साधु कलयत्यालम्बते तद्गुणान् हन्तासौ प्रबला. दुरन्ततमसः शक्तिर्महत्यावृतिः ॥११६॥