________________
૨૪૮
અસત હોઈ શકે નહીં. કારણ કે સત અને અસત બન્ને એક બીજાના પૂર્ણ વિરોધી છે. બે પૂર્ણ વિરોધી સ્વભાવવાળી માયા એક સમયે હોઈ શકે નહીં. એ ન્યાયે જ અત્રે જણાવ્યું છે કે તે એક સાથે સંત અને અસત હોઈ શકે નહીં.
આત્મા એક અદ્વિતીય અને અખંડ હોવાથી માયા, આત્માથી ભિન્ન અને અભિન્ન પણ હોઈ શકે નહીં. જેવું અત્રે જણાવ્યું છે કે મિત્ર ન મિત્રાવિ ન” કારણ કે માયા પરમેશ્વરની જ શક્તિ હોવાથી પરમેશ્વરથી જુદી હોઈ શકે નહીં. જેમ અગ્નિથી ગરમીરૂપી તેની શક્તિ કે સૂર્યથી પ્રકાશરૂપી તેની શક્તિ જુદી થઈ શકે નહીં, તેમ માયા પરમાત્માથી ભિન્ન હોઈ શકે નહીં. તદુપરાંત માયા પરમાત્માથી અભિન્ન પણ હોઈ શકે નહીં. પરમાત્મામાં ભેદ કે દ્વૈત તો છે જ નહીં તો પછી માયા અભિન્ન કેવી ? તદુપરાંત જ્ઞાનકાળે માયાનો બાધ કે અભાવ થઈ જાય છે તેથી જ સાબિત થાય છે કે માયા પરમાત્માથી અભિન્ન હોઈ શકે નહીં. જો બન્ને અભેદ હોય તો તો જ્ઞાનકાળે પરમાત્માનો પણ બાધ કે અભાવ થવો જોઈએપણ તેવું થતું નથી. માટે માયા નથી ભિન્ન કે અભિન્ન, જો કોઈ એમ કહે કે માયા ભિન્ન-અભિન્ન બન્ને પ્રકારની છે તો અત્રે જણાવાયું છે કે તેવું પણ હોઈ શકે નહીં. ‘ઉમથભિI નો” અર્થાત્ માયા એક સાથે બે પરસ્પર વિરોધી ધર્મોવાળી એટલે કે ભિન્ન અને અભિન્ન એક જ સમયે હોઈ શકે નહીં. ભિન્ન અને અભિન્ન એવા બે વિરોધી વિશેષણો એકસાથે માયાને લાગુ પડી શકે નહીં.
આ ઉપરાંત અત્રે જણાવ્યું છે કે માયા અંગવાળી કે અંગ વગરની પણ નથી. “સાપ ને મનફર ન” એટલે કે માયા અંગોવાળી નથી. શાસ્ત્રોમાં કે સંતોના ઉપદેશમાં ક્યાંય માયાના અવયવોનું વર્ણન કરેલું જોવા મળતું નથી. તે જ પ્રમાણે તેને અંગ વિનાની પણ કહેવાય નહીં. કારણ કે સત્ત્વ, રજસ અને તમસ જેવા ત્રણ ગુણ માયામાં ઓત પ્રોત છે, તેવું કહેવાય છે. આ જ સંદર્ભમાં માયા અંગવાળી અને અંગ વગરની એવી એક સાથે, એક સમયે અસ્તિત્વમાં હોઈ શકે નહીં. આવી સૂક્ષ્મ ચર્ચાનો નિષ્કર્ષ એટલો