________________
૨૪૪
જીવન ”
આત્મા સદા આનંદસ્વરૂપ છે. તે વાતની સત્યતા પુરવાર કરતાં આચાર્યશ્રી જણાવે છે કે આવી વાત ચાર પ્રમાણોથી પ્રમાણિત થયેલી છે. જેમાં સૌ પ્રથમ (૧) શ્રુતિ પ્રમાણ છે. તૈત્તિરીય શ્રુતિ જણાવે છે કે, “માનન્દ રહો વિદ્વાન ર વિમેતિ વતષ્યનેતિ ' જે કોઈ વિદ્વાન બ્રહ્મને આનંદસ્વરૂપ જાણીને બ્રહ્મ સાથે અભેદભાવ અનુભવે છે, તે પોતાના આનંદસ્વરૂપને જાણી ક્યારેય કોઈથી પણ ભયભીત થતો નથી. બ્રહ્મ અર્થાત્ સ્વયં આનંદસ્વરૂપ છે. પછી કેવું દુઃખ કે કેવો ભય ! અમર આત્માને કેવું મૃત્યુ કે કેવો વિનાશ? . આમ, આત્મા આનંદસ્વરૂપ છે તેમાં શ્રુતિ કે શાસ્ત્ર અનેક સ્થળોએ આવા પ્રમાણો પૂરાં પાડે છે. (૨) આ વિષયમાં પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. આપણે ઉપર ચર્ચા ગયા તેમ, આપણા સૌનો પ્રત્યક્ષ અનુભવ છે કે સુષુપ્તિની અવસ્થામાં સર્વ ભોગ્ય વિષયોનો અભાવ હોય છે. અરે ! તેવી અવસ્થામાં ધન, સત્તા. સ્ત્રી, પુત્રો, ઘર, સ્નેહીઓ વગેરે સૌ થોડા સમય માટે ત્યજાઈ જાય છે. કંઈ જ સાથે હોતું નથી, છતાં અકલધ્ય આનંદ સુષુપ્તિમાં અનુભવાય છે. આવા પ્રત્યક્ષ અનુભવથી પણ સ્પષ્ટ જ છે કે આત્મા આનંદસ્વરૂપ છે. (૩) આ ઉપરાંત ઇતિહાસ પુરાણો અને યાજ્ઞવક્યાદિ જેવા ઋષિઓના સંવાદમાં પણ આત્માની આનંદસ્વરૂપતા વિશે વર્ણનો જોવા મળે છે. તેથી આ બાબતમાં ઇતિહાસ પણ પ્રમાણ છે. (૪) અનુમાન પ્રમાણ-છાંદોગ્યશ્રુતિમાં જણાવાયું છે વત્ બન્યું તલ્ મર્યમ્ ! જે અલ્પ કે અનિત્ય છે તે નાશવાન છે. આમ, નાશવાન હોવું એટલે જ દુઃખસ્વરૂપ હોવું. તેથી એવા તારણ ઉપર આવી શકાય છે કે જે જે અનિત્ય છે તે સર્વ દુઃખમય છે. આવા તારણ ઉપરથી જ અનુમાન કરી શકાય કે જે જે અનિત્ય છે તે જો દુઃખમય હોય તો જે નિત્ય હોય તે સદા સુખમય કે આનંદસ્વરૂપ હોવું જોઈએ. આત્મા નિત્ય છે. “મનો નિત્યઃ શાશ્વતીયમ્ પુરાણ: .” (ભ.ગી-૨/૨૦) “આત્મા અજન્મા, નિત્ય અને શાશ્વત છે.” આમ, આત્મા નિત્ય હોવાથી તે આનંદસ્વરૂપ છે. એવા અનુમાન પ્રમાણથી પણ આત્માની આનંદસ્વરૂપતા સિદ્ધ થાય છે.