________________
૨૪૩
અવસ્થામાં અવયવો કાર્યરહિત હોય છે, બુદ્ઘિ નિર્ણય લેતી નથી, મન સંશય કરતું નથી, ઇન્દ્રિયો ભોગ કરતી નથી. તેથી સ્પષ્ટ છે કે સુષુપ્તિની અવસ્થામાં શબ્દ, સ્પર્શાદિ વિષયોનો ત્યાં અભાવ હોય છે અને તે જ પ્રમાણે ભોક્તા અને ભોગ્યપદાર્થની પણ અનુપસ્થિતિ હોય છે. તેમ છતાં સુષુપ્તિમાં રહેલો પુરુષ જાગતાની સાથે જ કહે છે કે ‘હું સુખચેનથી સૂતો હતો.’ ‘મયેન સુપ્લેન નિદ્રા અનુભૂત્તે ।' આમ, સુષુપ્તિમાં જે આનંદ અનુભવાય છે તે નિર્વિવાદ વિષયાનન્દ તો નથી જ. તો પછી પ્રશ્ન થાય છે કે તે અવસ્થામાં મન બુદ્ધિ અને અવયવો પણ ક્રિયાશૂન્ય હતાં, તો આનંદ કે સુખ અનુભવાયું શેના લીધે? આથી સ્પષ્ટ થાય છે કે આત્મા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણે અવસ્થાનો સાક્ષી છે. ત્રણે અવસ્થામાં ચેતનસ્વરૂપ થઈને હાજરાહજૂર હોય છે અને સુષુપ્તિમાં જ્યારે સૌ કોઈ નિદ્રાદેવીને આધીન થઈ ક્રિયાશૂન્ય હોય છે અર્થાત્ ઇન્દ્રિયો મનમાં, મન બુદ્ધિમાં અને તે બધું જ પ્રગાઢ અવિદ્યા જેવી સ્થિતિમાં આત્માના આશ્રય નીચે વિલીન થઈ જાય છે ત્યારે પણ આત્મા તો જ્ઞાનસ્વરૂપ ચેતનમય હોવાથી ત્રણે અવસ્થામાં, ત્રણે કાળે જાગતો જ હોય છે. તેથી સુષુપ્તિમાં અનુભવાયેલો આનંદ આત્માનો જ છે તેવી ખાત્રી થાય છે. આ ઉપરથી સમજાય છે કે આત્મા સદા આનંદસ્વરૂપ છે. તેને લેશમાત્ર દુઃખનો સંસ્પર્શ નથી.
આપણે સૌએ સદા યાદ રાખવું જોઈએ કે જેનો આપણે ત્યાગ કરવા ઇચ્છીએ છીએ તે વસ્તુ કે પરિસ્થિતિ કદાપિ આપણું સ્વરૂપ હોઈ શકે નહીં. દા.ત. પ્રત્યેક માનવી સુખ-પ્રાપ્તિ માટે અને દુઃખમુક્તિ માટે પ્રયત્નશીલ હોય છે, તેથી અતીન્દ્રિય સુખ એ જ આપણું સ્વરૂપ છે. દુઃખનો ત્યાગ કરવાની ઇચ્છા પ્રાણીમાત્રમાં અતિ પ્રબળ હોવાથી દુઃખ આપણું આત્મસ્વરૂપ કદાપિ હોઈ શકે નહીં. તે જ પ્રમાણે આપણે સૌ ભય કે મૃત્યુને હંમેશા દૂર રાખવા પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ ભય કે મૃત્યુને નિમંત્રણ આપતું નથી. સૌ કોઈ ભયભીત સ્થિતિનો ત્યાગ ઇચ્છે છે. તેથી સમજાય છે કે, ભય કે મૃત્યુ આપણું સ્વરૂપ નથી. પરંતુ અભય અને અમરતા જ આપણું સાચું સ્વરૂપ છે. માટે જ આચાર્યશ્રીએ જણાવ્યું છે કે ‘‘ઞાત્મા સવાનન્તો નાસ્ય ૩:વં