________________
કારણ કે અહંકાર એવો દઢ અને સઘન બની ગયો હોય છે કે એ કોઈને નમન કરી શકતો નથી, કોઈની વાત સ્વીકારી શકતો નથી, પ્રતિક્રિયારહિત શ્રવણના અભાવે જ આપણે વિવેક જેવા શબ્દોનો ગૂઢાર્થ સમજી શક્યા નથી.
- શ્રીશંકરાચાર્યપ્રણીત જે ગ્રંથ ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ એનું નામ છે “વિવેકચૂડામણિ.” મણિ અર્થાત્ રત્ન અને ચૂડા અર્થાત્ મુગટ, મુગટમાં જડેલા મણિને ચૂડામણિ કહેવાય છે. જેમ ઘોર અંધકારમાં પણ મણિ પોતાનું સાચું સ્વરૂપ કે પ્રકાશત્વ જાહેર કરી શકે અને અંધારાના ઓળા તળે હોવા છતાં આચ્છાદિત ન થાય અને સ્વયં પ્રકાશિત રહે તેમ જેની પાસે સ્વયંપ્રકાશિત સૂક્ષ્મબુદ્ધિ રૂપી ચૂડામણિ હશે તેવો વ્યકિત અજ્ઞાનના અંધકારમાં કે વિષયાસક્તિથી ઘેરાયેલો હોવા છતાં અજ્ઞાન કે આસક્તિથી આચ્છાદિત ન થતાં પોતાના આત્મસ્વરૂપનું પ્રકાશત્વ જાળવી અજ્ઞાનના આવરણ તળે દબાશે નહીં કે આસક્તિથી બંધાશે નહીં અને સૂક્ષ્મબુદ્ધિરૂપી ચૂડામણિના બળે જ તે અજ્ઞાન અને આસક્તિના બંધનથી અસંગ નિઃસંગ પોતાને જાણી અને જણાવી શકશે. આ વિવેકરૂપી મણિ જેના હાથમાં હશે તે જ મનની દિવાલોને મન દ્વારા ઓળંગી શકશે, દેશ અને કાળની ક્ષિતિજોની પેલે પાર પહોંચી શકશે, પોતાના અશુદ્ધ, અવિવેકી અને વિષયાસક્ત મનને શિષ્ય બનાવી શકશે અને પોતાનું જે વિવેકી મન છે, શુદ્ધ અને વિષયોની આસક્તિથી મુક્ત થયેલું મન છે, તેને ગુરુ બનાવી શકશે. પોતે જ “ગુરુ” અને પોતે જ “શિષ્ય' બનીને પોતે જ પોતાના વિષયાસક્ત મનને સમજાવવાનો પ્રયાસ કરી શકશે અને જે આવો પ્રયત્ન કરી શકશે તે જ સાચો શ્રોતા બની શકશે. ઉપનિષદ કહે છે કે ઘણું બધું સાંભળવા મળશે પણ આત્મતત્ત્વનું શ્રવણ પ્રાપ્ત થવું દુર્લભ છે. “શ્રવણયા િવહુમિર્યો ન ત]: "
મોટા ભાગનાને તો આત્મા વિશે સાંભળવા જ મળતું નથી.” જેમને સાંભળવા મળે છે તેમની ટકાવારી કાઢીએ તો તે એટલી અલ્પ થાય, જાણે કે સાગરમાં બિંદુ સમાન. ઈશ્વરની રચના જ કંઈક એવી છે. પરમાત્મા દરેકને મોક્ષમાર્ગનો અધિકારી ગણતો નથી, કારણ કે દરેકના એવા કર્મો નથી, દરેકે એવો પુણ્યકર્મનો સંચય કર્યો નથી માટે તત્ત્વજ્ઞાનને સમજવા કે શ્રવણ કરવા ટોળાં હોતા નથી. તમાશા માટે જ ટોળાં હોય છે, શ્રવણ