________________
૨૨૫
ઓળખાય છે. તે સ્ત્રીની ઉપાધિ કે કાર્ય બદલાય તેમ તેનું નામ પણ બદલાય છે. તે જ પ્રમાણે કાર્યભેદને લીધે જ મોટા જમણવારમાં એકનો એક જ માણસ દાળ પીરસવા નીકળે ત્યારે લોકો તેને ‘દાળવાળો’ અને ભાત પીરસવા આવે ત્યારે “ભાતવાળો', લાડુ પીરસે ત્યારે “લાડુવાળો અને શાક પીરસે ત્યારે શાકવાળો' વગેરે કહીને બોલાવે છે. અંતઃકરણનું પણ તેવું જ છે. આમ છતાં સમજુ મુમુક્ષુએ, તાત્પર્યમાં એટલું જ સમજવાનું છે કે પોતે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્તથી ન્યારો છે, અસંગ છે અને તે સૌનો દષ્ટા છે.
| (છંદ–ગીતિ). प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः । स्वयमेव वृत्तिभेदात् विकृतिभेदात् सुवर्णसलिलादिवत् ॥६७॥ सुवर्णसलिलादिवत्
= સુવર્ણ અને જળની જેમ विकृतिभेदात्
= વિકારોના કારણે असौ प्राणः
= આ પ્રાણ स्वयं एव
= પોતે જ वृत्तिभेदात्
= વૃત્તિભેદ અર્થાત્ કાર્યભેદના કારણે પ્રાણ-પાન-વ્યાન-વાન-સમાન[:= પ્રાણ, અપાન, બાન, ઉદાન
અને સમાન = બને છે.
भवति
પાંચ પ્રાણ અંતઃકરણ સંબંધી વિવેચના બાદ હવે પાંચ પ્રાણનું નિરૂપણ કરવામાં આવે છે. અંતઃકરણની જેમ જ મુખ્ય પ્રાણ તો એક જ છે પરંતુ કાર્યભેદને લીધે (FUNCTIONAL DIFFERENCES) તેમના નામ (૧) પ્રાણ (૨) અપાન (૩) વાન (૪) ઉદાન (૫) સમાન વગેરે આપવામાં આવ્યા છે. આ પાંચ નામોને પાંચ વૃત્તિભેદ પણ કહેવાય છે. પ્રાણવાયુ તો એક જ છે છતાં તેના જુદા-જુદા ધર્મ કે કાર્યક્ષેત્રના લીધે જુદી જુદી રીતે ઓળખવાનો પ્રયત્ન થાય છે. તેની આપણે વિગતે ચર્ચા જોઈએ.