________________
મનઃ
પવાર્થ-અધ્યવસાય-ધર્મતઃ
बुद्धिः
अत्र
अहं इति अभिमानात्
अहंकृतिः स्वार्थ-अनुसंधानगुणेन
चित्तम्
૨૨૪
‘મન’(કહેવાય છે.)
પદાર્થના નિશ્ચયરૂપ ધર્મને લીધે
= બુદ્ધિ (કહેવાય છે.)
= અહીં (સ્થૂળ શરીરમાં)
- ‘હું પણું’ આવા અભિમાનને કારણે અહંકાર (કહેવાય છે.) '
પોતાની ઇચ્છેલી વસ્તુનું ચિન્તન કરવાના ગુણને લીધે એને
‘ચિત્ત’ (કહેવાય છે.)
=
=
=
અંતઃકરણના પ્રકાર
જ
અંતઃકરણ તો એક જ છે પરંતુ જેમ એક જ હીરાના ચાર પાસા હોય તેમ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત ભેગા મળી અંતઃકરણ બને છે. અગર એવું પણ કહેવાય છે કે અંતઃકરણની ચાર જુદી જુદી વૃત્તિઓ અને તેમની ક્રિયાઓ ભિન્ન ભિન્ન હોવાથી તેમના જુદાં જુદાં નામ અપાય છે. નામ જુદાં હોવા છતાં અંતઃકરણ તો એકનું એક જ હોય છે, અંતઃકરણની સંકલ્પ-વિકલ્પ કે સંશય કરનારી વૃત્તિને ‘મન’ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે અંતઃકરણની નિર્ણય કે નિશ્ચય કરનારી વૃત્તિને, ‘બુદ્ધિ’ એવું નામ આપવામાં આવે છે અને તે જ પ્રમાણે જે વૃત્તિ, ‘હું કર્તા કે ભોક્તા છું', તેમ કર્તૃત્વ અને ભોકતૃત્વ નક્કી કરે છે તેને અહંકાર કહેવામાં આવે છે. તે જ પ્રમાણે, અહંકારથી જ ‘હું કર્તા’, ‘હું ભોક્તા’, ‘હું શ૨ી૨’ એવી વૃત્તિ કરી તેના ઉપર ચિંતન કરનારી વૃત્તિનું નામ ચિત્ત છે. અગર કોઈ પણ વિષય કે ધ્યેય વસ્તુ પર ચિત્ત એકાગ્ર કરી સતત તેનું ચિંતન ક૨ના૨ી વૃત્તિને ચિત્ત કહેવામાં આવે છે. આમ, એક જ અંતઃકરણના જુદી જુદી ક્રિયાઓને લીધે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એવા કાલ્પનિક ભેદથી ચાર નામ અપાય છે. તેને કાર્યગત ભેદ કહેવામાં આવે છે. (FUNCTIONAL DIFFERENCES) જેમ કે એક જ સ્ત્રી ઘ૨માં કોઈની પત્ની, શાળામાં શિક્ષિકા, વળી કોઈ સંસ્થામાં સભ્ય અને તેના જમાઈની સાસુ તરીકે કાર્યભેદથી