________________
ઇન્દ્રિયવર્ણન
સ્થૂળ શરીરના વિવરણ બાદ, હવે સૂક્ષ્મ શરીરનું નિરૂપણ ક૨વામાં આવે છે. તેમાં જણાવ્યું છે તેમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વિગેરે વિષયોનું જ્ઞાન અનુક્રમે કર્મેન્દ્રિય, ત્વચા-ઇન્દ્રિય, દૃષ્ટિ-ઇન્દ્રિય, ઘાણેન્દ્રિય અને રસનેન્દ્રિય દ્વારા થાય છે. તેથી વિષયોનું જ્ઞાન કરાવનારી આ ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય કહે છે. તે જ પ્રમાણે વાણી, હાથ, પગ, ઉપસ્થ અને ગુદા જેવી ઇન્દ્રિયો અનુક્રમે બોલવું, ગ્રહણ કરવું, પરિભ્રમણ, મૂત્રવિસર્જનની અને મળત્યાગની ક્રિયાઓ કરે છે, તેથી તેઓને કર્મેન્દ્રિય કહેવાય છે. આમ છતાં, મુમુક્ષુએ સમજવું કે પોતે તો નથી કર્મ કરનારો કર્તા કે ઇન્દ્રિયોના વિષયોને ભોગવનારો ભોક્તા. આત્મસ્વરૂપે તો પોતે ઇન્દ્રિયોની ભોગક્રિયા અને કર્મેન્દ્રિયોની બોલવું, ચાલવું કે ગ્રહણ કરવા જેવી ક્રિયાઓનો સાક્ષી માત્ર છે. માટે તે કર્તા-ભોક્તાથી અને કર્મફળના બંધનથી મુક્ત છે. માત્ર કોઈ અજ્ઞાની જ ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરી કર્તા-ભોક્તાભાવથી બંધનમાં પડે છે અને દુ:ખી થાય છે.
૨૨૩
(છંદ-ઉપજાતિ)
निगद्यते ऽन्तःकरणं मनोधी
रहंकृतिश्चित्तमिति स्ववृत्तिभिः । मनस्तु सङ्कल्पविकल्पनाभि
र्बुद्धिः पदार्थाध्यवसायधर्मतः ॥ ६५ ॥
अत्राभिमानादहमित्यहंकृतिः स्वार्थानुसंधानगुणेन चित्तम् ॥६६॥
अन्तःकरणम् स्ववृत्तिभिः
મનઃ-ઘીઃ-અહંકૃતિઃ-વિસમ્ इति निगद्यते सङ्कल्प-विकल्पनाभिः तु
- અંતઃકરણ
=
- પોતાની વૃત્તિઓના ભેદથી
=
- મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર
એમ કહેવાય છે.
=
- સંકલ્પો અને વિકલ્પોને કારણે
=