________________
૨૨૦
માનીને જ કે અજ્ઞાનમાં, “શરીર છું તેવી ભ્રાંતિમાં જ શરીરના સઘન તાદાત્મથી જીવાત્મા પોતાનો બધો જ વ્યવહાર સ્થૂળ શરીર દ્વારા ચલાવે છે. કર્તા-ભોક્તાભાવે કે શરીરતાદાભ્યથી દેહસંબંધો બાંધવા, ઇન્દ્રિયો અને અવયવો દ્વારા કર્મો કરવાં, મનથી સુખી-દુઃખી થવું, વિગેરે કર્મો સ્થૂળ શરીર વિના જીવાત્મા કરી શકે નહીં. માટે જ સ્થૂળ દેહ જીવાત્માની કર્મભૂમિ કે ભોગભૂમિ છે.
(છંદ–વસંતતિલકા), स्थूलस्य सम्भव जरामरणानि धर्माः स्थौल्यादयो बहुविधाः शिशुताद्यवस्थाः । वर्णाश्रमादिनियमा बहुधा यमाः स्युः पूजावमान बहुमानमुखा विशेषाः ॥६३॥
II
स्थूलस्य
= સ્થૂળ શરીરના સન્મવ-નર-મરપાનિ = જન્મ, ઘડપણ, મરણ स्थौल्यादयः धर्माः = સ્થૂળતા વગેરે ધર્મો છે. વહુવિધા: શિશુતાદ્યવસ્થા: = શૈશવ વગેરે બહુ પ્રકારની અવસ્થાઓ છે. વર્ણાશ્રમતિ નિયમ: યમ: = વર્ણ, આશ્રમોના યમો-નિયમો વહુધા: સું: ' = ઘણાં પ્રકારના છે. પૂના-મવમાન-વહુમાનકુવા = પૂજા-અપમાન-બહુમાન વગેરે વિશેષા:
= વિશેષતાઓ પણ છે.
આ પ્રસ્તુત શ્લોકમાં જન્મ, ઘડપણ, મરણ, જાડા કે પાતળા થવું, તેવા સ્થૂળ દેહના ધર્મો, તેમજ બાલ્યાવસ્થા, યુવાની જેવી શરીરની બદલાતી અવસ્થા, વર્ણાશ્રમ જેવી સ્થૂળ દેહને લાગુ પડતી વ્યવસ્થા તથા આધિ-વ્યાધિ જેવા રોગો સ્થૂળ શરીરને જ લાગુ પડે છે. નથી તે જીવને સ્પર્શતા કે સચ્ચિદાનંદ આત્માને અડતા. તે જ પ્રમાણે શરીરની પૂજા, સ્તુતિ કે અપમાન થવું અને તેમાંથી મનને સુખ-દુઃખ થયું, તે બધું શરીરને મળેલા આવકાર કે તિરસ્કારથી જ ઉત્પન્ન થાય છે. આવી બધી ચર્ચા અત્રે તત્ત્વાર્થે એટલું જ સૂચવે છે કે,