________________
૨૧૯
કહેવામાં આવે છે.
- આચાર્યશ્રી અહીં સ્પષ્ટતા કરે છે કે, સ્થૂળ શરીરના અભિમાની જીવની જાગ્રત અવસ્થા ગણાય છે, કારણ કે સ્થૂળ પદાર્થોનો ભોગ માત્ર જાગ્રત અવસ્થામાં જ થઈ શકે છે. ગાડી, લાડી, વાડી કે બંગલો, આવા ભૌતિક સુખોનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ, સ્વપ્ન દરમ્યાન કરી શકે નહીં. આ સ્થળ શરીર પશ્વિકારી છે. તે જ્યારે ગર્ભપ્રવેશ કરે છે ત્યારે, “ગર્ભમાં છે – મસ્તિ'; “જન્મે છે – “નાયતે'; ‘વધે છે” – “વર્ધતિ'; “પુખ્ત થાય છે? વિપરિણમતે'; વૃદ્ધ બને છે? – “પક્ષીયતે'; નાશ પામે છે' – “વિનશ્યતિ', આમ, જે વિકારી છે તે નાશ પામનારું છે. એવા સ્થળ શરીરના જ્ઞાનથી જ મુમુક્ષુ સમજી શકે કે હું અવિકારી અને અવિનાશી છું. માટે જ સ્થળ દેહનું વિવેચન આવા સગ્રંથોમાં અનિવાર્ય થઈ પડે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) सर्वोऽपि बाह्यसंसारः पुरुषस्य यदाश्रयः ।
વિદ્ધિ દેહમિદં પૂર્વ ગૃહવત્ ગૃહમેઘનાઃ ૬રા ગૃહમધનઃ = ગૃહસ્થના પુરુષસ્ય = જીવનો ગૃહવત્ = ઘર જેવું સર્વ પ = બધો જ રૂદ્રમ્ = આ
વાદ્યસંસાર: = બહારનો સંસાર પૂર્વ રેહમ્ = સ્થૂળ શરીરને થતું ગાય: = તેને (શરીરને) વિદ્ધિ = જાણ (કારણ કે)
આશ્રયે થાય છે.
જેવી રીતે આપણે વસવાટ કરવા અને રહેવા માટે પથ્થર, ઈર્ટ, સિમેન્ટ કે લાકડાંનું મકાન જોઈએ છે અને તેવા ઘરમાં રહીને જ આપણે આપણો જીવનવ્યવહાર ચલાવીએ છીએ. તે જ પ્રમાણે જીવાત્માને પણ પોતાનો સમગ્ર બાહ્યસંસાર ચલાવવા હાડકાં, માંસ, મજજા, લોહી વગેરે સપ્તધાતુનો બનેલો સ્થૂળ દેહ જોઈએ છે. જીવાત્મા આ સ્થૂળ દેહમાં, “હું અને “મારું” એવી ભાવના કરી સ્થૂળ દેહનો અભિમાની બને છે. સ્થૂળ દેહને પોતાનો