________________
૨૨૧
શરીર અને શરીરમાં રહેનારો આત્મા, બન્ને જુદા છે. તેવું જ્ઞાન જો વ્યક્તિને થાય અગર આત્મજ્ઞાન દ્વારા મુમુક્ષુ પોતાને સ્થૂળદેહથી ભિન્ન સમજી શકે, તો તે માન અને અપમાનની સુખ-દુઃખ ભરેલી સમસ્યાથી કાયમને માટે પાર ઊતરી શકે. આવા શરીર અને આત્માના ભેદને જણાવવા માટે શાસ્ત્રમાં દેહ અને દેહી (જીવાત્મા), શરીર અને શરીરી (જીવાત્મા), ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ (જીવાત્મા), નામ અને નામી (જીવાત્મા) જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. તેથી સ્પષ્ટ છે કે દેહ પંચમહાભૂતોથી ઉત્પન્ન થયેલો દેશ્ય, જડ, વિકારી, અનિત્ય, અશુચિ અને અનાત્મા છે. જ્યારે આત્મા અજન્મા, અદશ્ય, ચેતન, અવિકારી, નિત્ય અને પવિત્ર છે. આ ઉપરથી મુમુક્ષુ સમજી શકે કે સ્થૂળ શરીરના ધર્મો મુજ સચ્ચિદાનંદ આત્માના હોઈ શકે નહીં. વાસ્તવમાં હું અજાત અને અધર્મા છું, એટલું જ નહીં, “હું જીવ છું એ પણ ભ્રાંતિ છે. દેહાભિમાનથી મુક્ત હું, નથી કર્તુત્વ-ભોકતૃત્વવાળો જીવાત્મા, પણ અકર્તાઅભોક્તા આત્મા જ છું. આવું જ્ઞાન કરાવવાના હેતુથી જ સ્થૂળ શરીરના ધર્મોનું વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ આવું તત્ત્વ તો આત્મજ્ઞાનના પંથે પ્રસ્થાન કરી ચૂકેલા ઉત્તમ અધિકારીને જ સમજાય છે. મધ્યમ અધિકારી તો દેહમાં મમભાવ ઊભો કરી, “દેહ મારો છે અને તેથી ‘દેહના ભોગ પણ મારા જ છે, તેવું સમજે છે. જ્યારે કનિષ્ઠ અધિકારી તો સ્થૂળ દેહમાં અહંભાવ જોડી પોતાને જ દેહ ગણે છે અને હું જાડો, પાતળો, ગોરો, કદરૂપો વિગેરે છું, તેમ માને છે. પરંતુ આચાર્યવાન શિષ્ય અને હસ્તામલક જેવો ઉત્તમ અધિકારી લલકારે છે કે,
“नाहं मनुष्यो न च देवयक्षौ " ન વઢિળક્ષત્રિયવૈશ્યશૂદ્રાઃ | न ब्रह्मचारी न गृहीवनस्थौ
મિથુ વાહં નિનવોઘરૂપ: I” (હસ્તામલક સ્તોત્ર-૨)
“હું મનુષ્ય, યક્ષ કે દેવ નથી. હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર (એવી કોઈ જાતિવાળો) નથી. ન તો હું બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી કે સંન્યાસી (એવો કોઈ આશ્રમધારી) છું, પરંતુ હું તો જ્ઞાનસ્વરૂપ