________________
૨૧૬
मूत्रपुरीषाभ्यां पूर्णम्
= (અને) મળ-મૂત્રથી પૂર્ણ इदं स्थूलं वपुः
= આ સ્થૂળ શરીર निन्द्यम्
= નિન્દાને પાત્ર છે. મોહને મહામૃત્યુ તરીકે વર્ણવ્યા બાદ આચાર્યશ્રી, જે દેહાસક્તિથી, દેહતાદાભ્યથી કે દેહાત્મબુદ્ધિથી મોહ જન્મે છે તેવા સ્થળ શરીરનું હવે પાંચ શ્લોક દ્વારા નિરૂપણ કરે છે. તે ક્રમશઃ વિચારીએ.
અત્રે સ્થળશરીરની નિંદા કરવાનો વિષય ઉપાડીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે મોહાસક્તિનું કારણ છે. ઉપરાંત અશુદ્ધિ અને વિષ્ટાથી પૂર્ણ છે. ચામડી, માંસ, લોહી, નસો, ચરબી, મજા અને હાડકાંનું પીંજર માત્ર છે. આવા અપવિત્ર ગણાતાં શરીરમાં જ અજ્ઞાની મોહ પામી તેમાં અહંભાવ, મમભાવ ઊભો કરે છે અને પોતે ચેતન હોવા છતાં સ્થૂળ શરીરના તાદાભ્યથી પવિકારી અને જન્મ-મૃત્યુવાળો સ્વયંને માને છે. આમ, પોતે ચેતન આત્મા હોવા છતાં શરીરની આસક્તિથી જડ બને છે અને શરીરના સુખભોગમાં રચ્યોપચ્યો રહી, આત્મસ્મરણથી વિમુખ થાય છે. આવું આત્મવિસ્મરણ જ મૃત્યુ સમાન છે. માટે જ અત્રે સ્થૂળ શરીર નિંદાને પાત્ર છે તેવું જણાવ્યું છે. વિદ્વાનો પણ શરીરને નિંદે છે કારણ કે તે આત્મસાક્ષાત્કારમાં વિન છે. ઉપરાંત જ્ઞાનીઓ, સાધકને દેહાસક્તિથી બચાવવા શરીરમાં દોષનું દર્શન કરાવી દેહાસક્તિથી દૂર રહેવામાં મદદ કરે છે. જ્ઞાનીઓને કંઈ સ્થળ શરીર માટે દ્વેષ, નફરત કે પૂર્વગ્રહ નથી, પરંતુ તેમની કરુણાદષ્ટિ જ તેમને સ્થૂળદેહની નિંદા કરવા પ્રેરે છે. તેથી વિપરીત અભિગમ જોઈએ તો સમજાય કે જો સ્થૂળ શરીરનો સદુપયોગ આત્મજ્ઞાનાર્થે કે મોક્ષાર્થે થાય તો જે શરીરની નિંદા થાય છે તે જ શરીરને મોક્ષનું શ્રેષ્ઠ સાધન માની, ધર્મપ્રાપ્તિનું ઉત્કૃષ્ટ સાધન સમજી તેની સ્તુતિ પણ થાય છે. માટે જ કહ્યું છે કે,
“શરીરમાદ્ય વસ્તુ ઘર્મસાધનમ્ !” “ખરેખર શરીર ધર્મનું પ્રથમ સાધન છે.”