________________
છે. શિવલિંગ જેવો એનો આકાર છે અને ૨૨000 ફૂટની એની ઊંચાઈ છે. એ પર્વતને જ શંકરભગવાન માની પૂજવામાં આવે છે. જે પર્વત દેશ્ય છે, વ્યક્ત છે, મૂર્ત છે, ઇન્દ્રિયગમ્ય છે તેમાં અમૂર્ત અને અવ્યક્ત પરમાત્માનું આપણે આરોપણ કરીએ છીએ અર્થાત્ પર્વતને પરમાત્માનું પ્રતીક માની તેમાં પરમાત્માને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. યાદ રહે કે ચેતન પરમાત્મા ઉપર જડ મૂર્તિ આરોપી દેવાની નથી, પણ જડ મૂર્તિની અંદર ચેતન પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. ભારતની જ પ્રજા એવી છે કે જેણે સાકાર અને નામીમાં, નિરાકાર અને અનામીને જોવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. માટે જ પર્વતોમાં આપણે પરમાત્મા જોયા, ગાયને માતાતુલ્ય માની તેની પૂજા કરી, નદીને દેવી તરીકે સંબોધી તેની પવિત્રતાનો મહિમા ગાયો. આટલેથી પણ આપણે અટક્યા નથી. પીપળાના ઝાડને પણ આપણી બહેનો ખૂબ ભાવનાથી સૂતરના આંટા ફરે છે. ખૂબ પ્રેમથી તુલસીના નાના છોડ સામે દીવો પ્રગટાવે છે. અહીં તાત્પર્ય એ છે કે આપણી પાસે તાત્વિક | વિચારધારા છે. તુલસીનો નાનો છોડ હોય કે પછી પીપળાનું મોટું વૃક્ષ હોય, ગાય જેવું પ્રાણી હોય કે જડ પર્વત હોય, ગમે તે આકાર હોય પરંતુ આપણે સ્પષ્ટ જાણીએ છીએ કે સર્વ આકાર પરમાત્માના જ છે. ઉપરોક્ત સર્વમાં જો આપણે પરમાત્મા જોઈ શક્યા હોઈએ તો મૂર્તિમાં કેમ ન જોઈ શકીએ? અર્થાત્ મૂર્તિમાં પણ પરમાત્મા છે જ. આપણે માત્ર એવી ભ્રાંતિથી દૂર થવાની જરૂર છે કે “મૂર્તિ એ જ પરમાત્મા છે.” આ ભ્રાંતિ દૂર કરવા વિવેક વિચારની આવશ્યકતા છે.
આપણા શાસ્ત્રમાં વિવેક' શબ્દનો અર્થ કંઈક વિશેષ છે. દરેક શાસ્ત્ર કે વિજ્ઞાનને તેની એક પરિભાષા હોય, તેનો પારિભાષિક શબ્દકોશ હોય. વિજ્ઞાનના વિદ્યાર્થીને જો આપણે પૂછીએ કે આલ્ફા, બિટા, ગામા, થીટા...ઇત્યાદિ શબ્દો એટલે શું? તો તે કહેશે કે એ વિજ્ઞાનની પરિભાષા છે. વિજ્ઞાનના સિદ્ધાંતોને સમજાવવા માટે આવા શબ્દપ્રયોગ કરવા પડે છે. એ જ પ્રમાણે શાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવા માટે શાસ્ત્રની પણ પરિભાષા છે. જેમાં ઈશ્વર, બ્રહ્મ, ચૈતન્ય, માયા, માયા ઉપહિત ચૈતન્ય વગેરે અનેક શબ્દોનો ઉપયોગ થયેલો છે. આ શબ્દસંકેતોની મદદથી ગૂઢ અને ગંભીર