________________
૨૦૨
નથી. કમળ બિડાતાં જ તેમાં હવાની અવરજવર બંધ થવાથી તે ગૂંગળાઈને મરે છે. પ્રાતઃકાળે પુનઃ સૂર્યોદય સાથે કમળની પાંખડીઓ સોળે કળાએ ખીલી રૂપ અને સુગંધનું સામ્રાજ્ય સર્જે છે ત્યાં તો ભ્રમરના જીવનનો અંત આવી ચૂક્યો હોય છે અને જાણે ખુદ કમળ જ ભ્રમરના જનાજા ઉપર અત્તર અને પુષ્પપાંદડીઓ બિછાવી દે છે. આવું રૂપ અને સુગંધીસભર મૃત્યુનું નિમંત્રણ ભ્રમર જાતે જ સુગંધની આસક્તિ દ્વારા પાઠવે છે.
હરણ શબ્દાસક્તિથી, હાથી સ્પર્ધાનુરાગથી, માછલી રસાસ્વાદથી અને ભ્રમર સુગંધાકર્ષણથી જીવનવિનાશને પંથે પ્રસ્થાન કરે છે, તો પતંગિયું માદક રૂપની મસ્તીમાં મોતને ભેટે છે. સ્નેહ અને સ્નેહી, સત્તા અને સિંહાસન, ધન અને યૌવનને આલિંગન કરનારા તો અનેક દીઠાં છે પરંતુ રૂપના રાગમાં જીવન ન્યોચ્છાવર કરનાર અને હસતે મુખે જૌહર કરનારી રજપૂતાણીઓ જેમ અગ્નિ કે દીપકના પ્રકાશમય આંખને આંજી નાખે તેવા રૂપની જવાળાઓમાં જાતે જ કૂદી જીવનશૈહર કરનારા પતંગિયાનો જોટો જડે તેમ નથી. કેટલું સઘન રૂપનું આકર્ષણ! કેવી છે પતંગિયાની ઉદ્દીપ્ત રૂપવાસના! કે તેને જીવતાં ભસ્મ થવાનો ભય નથી. તેને તો રૂપની જવાળાઓ, સુંવાળા આકર્ષણનો આનંદ પમાડે છે. સ્વય પોતે જ રંગબેરંગી મેઘધનુષ્યનું હરતું, ફરતું અને ઊડતું પ્રતીક હોય, ઉષા અને નિશાની રંગોળીના રંગોને શરમાવે તેવું તેનું રૂપ હોય, ઇન્દ્રની, અટારીઓમાં લટાર મારતી અપ્સરાઓને આંજે તેવું જેનું સૌંદર્ય હોય અને છતાં પતંગિયું દીપકની જવાળામાં કે અગ્નિના પ્રકાશમાં રૂપ શોધે તો આંખ નીચે આવેલા સોજાવાળો, પર્વતોમાં પડેલી તિરાડો કે ખાઈઓ જેવી મોઢા ઉપરની કરચલીવાળો, ખીલ જેવા ગૂમડાવાળો પોતાને કદરૂપો સમજી રોજબરોજ મોઢા ઉપર રંગના લપેડા થપેડા કરતો માનવી પોતાનાથી દૂર અન્ય સ્થળે મળ-મૂત્ર, ઘૂંક અને પીયાના નશ્વર હાડકાં અને ચામડાના પેકેટ કે પેકિંગ જેવા દેહમાં રૂપ શોધે અને તેની પાછળ ખુવાર થાય, ખોખલો થાય, ખતમ થાય તો તેમાં છે કયાં આશ્ચર્ય! માટે જ કવિએ ગાયું છે કે,