________________
૧૮૯
દૂર કર્યા બાદ જ સર્વત્ર સંતાયેલું આત્મધન દેશ્ય થવું , એ જ ગુરુ અને શાસ્ત્રોની મદદથી થયેલું પરોક્ષ જ્ઞાન છે. ત્યારબાદ સદ્ગુરુના સંકેતો દ્વારા ચિંતન, મનન અને નિદિધ્યાસન જેવા પુરુષાર્થની એકાંત સ્થળે આવશ્યકતા રહેલી છે. તેવા બ્રહ્મવિચાર દ્વારા જ આત્મતત્ત્વનો પરોક્ષ પછી અપરોક્ષ અનુભવ થાય છે. આવો અપરોક્ષ અનુભવ સ્વયંના પુરુષાર્થથી જ મળે છે. જેમ તલમાં છૂપાયેલું તેલ પોતાની જાતે તલ સાફ કરવાથી, તેને ઘાણીમાં પીલવાથી પ્રાપ્ત થાય છે અને દૂધમાં સંતાયેલા ઘીને પ્રાપ્ત કરવા પણ પુરુષાર્થ કરવો પડે છે, તેમ આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે પણ શ્રેયરૂપી પરમપુરુષાર્થ કરવો પડે છે. આ ઉપરથી સુસ્પષ્ટ થાય છે કે, સદ્ગુરુના ઉપદેશથી જે કોઈ ચિંતન, મનન કે નિદિધ્યાસનરૂપી પુરુષાર્થ ન કરે તેને આત્મતત્ત્વરૂપી ધન સર્વત્ર હોવા છતાં પ્રાપ્ત થતું નથી.
| (છંદ-અનુષ્ટ્રપ) तस्मात् सर्वप्रयत्नेन भवबन्धविमुक्तये ।
स्वेनैव यत्नः कर्तव्यो रोगादाविव पण्डितैः ॥६॥ તસ્મત્ = તેથી
ભવવવિમુpયે = સંસારના બંધનમાંથી રોકાવી રૂવ = જેમ રોગ વગેરે
છૂટવા માટે (થાય ત્યારે કરીએ સર્વપ્રયત્નન = સર્વ પ્રયત્નો વડે
છીએ તેમ) સ્વૈન દવ = પોતાની જાતે જ તેઃ = પંડિતોએ યત્ન:
છર્તવ્ય: = કરવો જોઈએ. * આચાર્યશ્રીએ આત્મસાક્ષાત્કાર રૂપી ધનની પ્રાપ્તિ માટે સ્વાશ્રય અને સ્વપુરુષાર્થ ઉપર ભાર મૂકી તેનું મહત્ત્વ અનેક શ્લોકો દ્વારા સમજાવ્યું. હવે તેનું કારણ કે નિષ્કર્ષ સમજાવતાં કહે છે કે, જેવી રીતે રોગનાબૂદી માટે સ્વયં રોગીને જ દવા ખાવી પડે છે અને ચરી પાળવાનું કર્મ કરવું પડે છે. રોગી સિવાય તેના અન્ય સગાવહાલાં ચરી પાળે કે દવા ખાય તો રોગીનો રોગ દૂર થતો નથી. તેમ અધ્યાત્મ માર્ગે પણ ચિત્તશુદ્ધિ માટે
= યત્ન