________________
૧૮૧
ગુરુ કે આચાર્યની મદદ વિના, પોતે જાતે જ શાસ્ત્રોના અર્થ ઉકેલવા પ્રયત્ન કરવો. કારણકે તેવું કરવામાં તો નિશ્ચિત તેઓ શબ્દોના મારણ્યમાં એવા તો ખોવાઈ જશે કે જન્મોજન્મ સુધી ભટકવા છતાં, માત્ર શબ્દોના થોથાં કે પોથાં જ હાથમાં આવશે અને શબ્દમાં સંતાએલો અક્ષર પરમાત્મા તેમના જીવનમાંથી સદાને માટે ગુમનામ થઈ જશે. માટે અત્રે શંકરાચાર્યજીનું સૂચન છે કે શ્રદ્ધાવાન અને નિષ્ઠાયુક્ત મુમુક્ષુએ કોઈ સાચા તત્ત્વવેત્તાનું શરણ સ્વીકારી પોતાનામાં શિષ્યભાવને જાગ્રત કરી, અહંકાર ઝુકાવી, પ્રશ્ન પૂછી આત્મતત્ત્વને જાણવા પ્રયત્ન કરવો જોઈએ. તેમાં જ તેનું શ્રેય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) अज्ञानसर्पदष्टस्य ब्रह्मज्ञानौषधं विना । .
किमु वेदैश्च शास्त्रैश्च किमु मन्त्रैः किमौषधैः ॥६३॥ અજ્ઞાનસદસ્ય = જેને અજ્ઞાનરૂપી સાપ કરડ્યો હોય તેને બ્રહ્મજ્ઞાન-ગોષમ્ વિના = બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધ વગર મ્િ ૩ વેઢે વ શાત્રે વેદો અને શાસ્ત્રોથી શું? મ્િ ૩ મન્ત્ર = મંત્રોથી શું? (અને) મ્િ મોષઃ = (અન્ય) ઔષધોથી શું?
જે તરસ્યો હોય તેને પાણી સિવાયના પીણાં કે પેય નિરર્થક અને નકામા છે, ભૂખ્યાને અન્ન સિવાયની કોઈ પણ સામગ્રી તૃપ્તિ આપી શકે નહીં. તે જ પ્રમાણે જેને અજ્ઞાનરૂપી સર્પનું ઝેર ચહ્યું છે તે માત્ર આત્મજ્ઞાનરૂપી દવાથી જ ઉતરી શકે તેવું છે. જ્ઞાન વિનાનું ઔષધ તેને અજ્ઞાનના ઝેરથી મુક્તિ અપાવી શકે તેમ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે માત્ર શાસ્ત્રના મંત્રોનું રટણ, ગોખણપટ્ટી કે સમજયા વિનાનું ઉચ્ચારણ અગર શાસ્ત્રવાક્યોનો તત્ત્વાર્થ કે રહસ્ય જીવનમાં ઉતાર્યા વગરનું શાસ્ત્રનું અધ્યયન માત્ર પંડિત બનવા માટે કે કોઈ પદવી ધારણ કરવા માટે કરેલું હોય, તો તેવું અધ્યયન અજ્ઞાનની નાબૂદી કરવા માટે કદાપિ કામ આવતું નથી. માટે શાસ્ત્રના અભ્યાસથી જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય તો સંસારસાગર તરવાનો, ન મળે ઉપાય કે બંધનથી મુક્ત થવાનો ન જડે કોઈ