________________
૧૮૦
તો તેની જ્ઞાનનિષ્ઠાને કોઈ હાનિ પણ પહોંચતી નથી.
નિષ્કર્ષમાં શાસ્ત્ર-અધ્યયન કરવાં છતાં જો અસંગશસ્ત્ર ન સાંપડયું તો અધ્યયન નિરર્થક અને નકામું છે. જેને આત્મચિંતનથી અસંગશસ્ત્ર ઉપલબ્ધ છે અને તેવા શસ્ત્રથી જેણે સંસારવૃક્ષનો ઉચ્છેદ કર્યો છે તેવા તત્ત્વજ્ઞાનીને માટે હવે શાસ્ત્રાભ્યાસ નિરર્થક છે. જેવી રીતે અનેક તીર્થોની યાત્રા કર્યા પછી પણ જો અંત:કરણ શુદ્ધ ન થાય તો યાત્રા નકામી છે અને જેનું અંતઃકરણ શુદ્ધ થયેલું જ છે તેને માટે તીર્થાટનની કોઈ આવશ્યકતા નથી.
(છંદ-અનુષ્ટ્રપ), शब्दजालं महारण्यं चित्तभ्रमणकारणम् ।। अतः प्रयत्नाज्ज्ञातव्यं तत्त्वज्ञात्तत्त्वमात्मनः ॥६२॥
વિરમાિરમ્ ચિત્તને ભમાવવામાં તત્ત્વજ્ઞાન્ = તત્ત્વજ્ઞાની પાસેથી આ કારણરૂપ
ઉમાભન: = આત્માનું શબ્દનનમ્ = શબ્દોનો સમૂહ તત્ત્વમ્ = તત્ત્વ મહીં–રમ્ =માવન (જેવો છે) પ્રયત્નાત્ = પ્રયત્નપૂર્વક મતઃ = માટે(શબ્દજાળમાં ન ફસાતાં) જ્ઞાતવ્યમ્ = જાણવું જોઈએ.
શ્રદ્ધાવાન મુમુક્ષુને કરુણાસભર સદ્ગુરુ જણાવે છે કે શાસ્ત્રના ગ્રંથોમાં જે તર્કવિતર્ક, વાદવિવાદ કે માથાના વાળની પણ ચામડી ખેંચી લે તેવી વિદ્વાનોની સૂક્ષ્મ ચર્ચાઓ કે ચપળ વક્તાની પ્રભાવિત કરનારી મોહક વાણી અન્ય કંઈ નહીં પણ શબ્દજાળનું માન અરણ્ય છે. એ શબ્દજાળમાં ભ્રમિત થયેલા ઘણા શ્રોતા, સાધકો કે મુમુક્ષુઓ શબ્દને અવશ્ય પકડે છે પરંતુ તેના સાર્થક અર્થો કે શબ્દસંતો તેમને હૃદયગમ્ય થતાં નથી. તેથી શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં તેઓ ન તો અંત:કરણશુદ્ધિને પ્રાપ્ત કરી શકે છે કે ન તો તત્ત્વાનુસંધાન કરી સાક્ષાત્કારાર્થે પ્રયાણ કરી શકે છે. બલકે શબ્દોની મોહજાળમાં અટવાઈ માત્ર પંડિતાઈનું બિરુદ પ્રાપ્ત કરે છે. તેઓ સર્વાત્મદષ્ટિ પ્રાપ્ત કરી શકતા નથી કે આત્મજ્ઞાની થઈ શકતા નથી. માટે સાચા મુમુક્ષુએ ન તો શાસ્ત્રોના વાદવિવાદમાં પડવું કે ન તો