________________
૧૭૯
નીવડે છે.
જીવનભર પુરુષાર્થ કરી અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, વેદવેદાંતપારંગત થયા હોઈએ, પરંતુ વેદના રહસ્યને જાણી શક્યા ન હોઈએ તો માત્ર શાસ્ત્રોના શબ્દો આપણે માટે ભારરૂપ જ પુરવાર થાય છે. શાસ્ત્રના અધ્યયનનો હેતુ તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ કે આત્મસાક્ષાત્કાર છે. હેતુની પ્રાપ્તિ માટે અનેક પુસ્તકોનું અધ્યયન થાય, પઠન-પાઠન થાય, એટલું જ નહીં પરંતુ શાસ્ત્રો જીભને ટેરવે રમતા થઈ જાય છતાં હેતુ સિદ્ધ ન થયો હોય તો આરંભેલું વેદાધ્યયનનું કાર્ય નિષ્ફળ જાય છે. પઠનપાઠન અર્થે ઉપયોગમાં લીધેલો જીવનનો સમય તથા શક્તિનો વ્યય થાય છે. એટલું જ નહીં, પરંતુ તેવા વિદ્વાનો માટે તો શાસ્ત્રો ભારરૂપ જ પુરવાર થાય છે. તેમની દશા ભારવાહી ગર્દભ જેવી છે. ચંદનના લાકડાં ઉપાડીને લઈ જનાર ગધેડાને ચંદનની સુવાસ ઉપયોગી થતી નથી તદુપરાંત કિંમતી લાકડું હોવા છતાં તે ભાર હળવો કરવામાં મદદરૂપ થતું નથી. અન્ય પદાર્થોની જેમ ચંદનનું લાકડું પણ તેને તો માત્ર બોજારૂપ જ બને છે. તેવા કિંમતી લાકડાંનો ઉપયોગ તો તેનો માલિક જ કરે છે. અર્થાત ગર્દભ ઉપાડેલો ભાર સ્વયંને ઉપયોગી ન બનતાં તેના માલિકને મદદરૂપ બને છે. તે જ પ્રમાણે વિદ્વાનોએ કરેલું શાસ્ત્રાધ્યયન જો ધ્યેયની સિદ્ધિ ન કરાવે તો તે પણ ગર્દભે ઉપાડેલા ભાર જેવું જ પુરવાર થાય છે. માટે જ પૂ. શ્રીરંગઅવધૂતજીએ જણાવ્યું છે કે,
જ્ઞાની ખપ્યો પોથાં પઢી, ખોલો વહી ચંદન મૂવો! માંહે ખજાનો જે ભર્યો હા! અન્યને તે સાંપડ્યો!!
| (અવધૂતી આનંદ) . આમ, પરમતત્ત્વનું જ્ઞાન ન થાય તો ગમે તેટલી વિદ્વત્તા પણ નકામી અને નિરર્થક નીવડે છે. એ જ પ્રમાણે જેને તત્ત્વનું જ્ઞાન થઈ ગયું છે, જે વેદોના સારને સમજી ચૂક્યો છે, ઉપનિષદના રહસ્યને આત્મસાત કરી શક્યો છે, પ્રવચનોને સાધન બનાવી સાધ્ય આત્મવસ્તુને માણી ચૂક્યો છે તેવા આત્મજ્ઞાનીને પણ શાસ્ત્ર-અધ્યયનની આવશ્યકતા રહેતી નથી. છતાં આત્મરક્ષણ માટે તેવો જ્ઞાની, શાસ્ત્ર વાંચે, વંચાવે, તેનો અભ્યાસ કરે છે તેનું અધ્યયન કરે અગર પ્રવચન કરે