________________
१७८
નિષ્કર્ષમાં શંકરાચાર્યજીએ સર્વ ગુરુ, શિષ્ય, સાધુ, સંન્યાસી, વક્તા તથા શ્રોતાને સ્પષ્ટ માર્ગદર્શન આપતાં અત્રે જણાવ્યું છે કે કોઈએ પોતાના અંતિમ ધ્યેયથી વિચલિત ન થવાય તે માટે સજાગ રહેવું જરૂરી છે. પ્રવચનને ધંધાનું કે મનોરંજનનું માધ્યમ ન બનાવતાં સિદ્ધિનું સાધન બનાવવું જોઈએ. મોક્ષમાર્ગના તમામ પથિકે સરિતા પાસેથી દઢ નિર્ધારનો બોધ લેવો જરૂરી છે. સરિતા એકવાર પોતાના પિતા પર્વતરાજ પાસેથી દઢ નિર્ણય કરી વિદાય લે છે, રસ્તામાં અથડાય છે, ટાય છે, અવરોધાય છે તેમ છતાં પોતાના વહેણને અટકાવ્યા વગર ધ્યેયની દિશામાં વહ્યા કરે છે. માર્ગમાં રોકાયા વગર સાગરને મળવા પ્રતિપળ ઉત્સુક રહી વહ્યા કરે છે. સાગરને મળે છે ત્યારે નામ અને આકારને ગુમાવી જળમાં એકાકાર થઈ જાય છે. બસ, આ જ પ્રમાણે સર્વ મુમુક્ષુએ પ્રશંસા કે નિંદાના,પ્રતિષ્ઠા કે ધનના લોભમાં આડા-અવળાં ન જતાં અંતિમ ધ્યેયની પ્રાપ્તિ સુધી, સરિતાની જેમ અવિરતપણે મથતાં રહી, નામ અને આકારનું સમર્પણ કરી, નિરાકાર અને અનામી એવા પરમાત્મા સાથે એકાકાર થઈ, જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવું જોઈએ. પરમાત્માના મિલન દ્વારા જીવન સાર્થક બનાવી કૃતાર્થતાને પ્રાપ્ત કરવી જોઈએ.
(છંદ-અનુષ્ટ્રપ) अविज्ञाते परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ।
विज्ञातेऽपि परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ॥६१॥ ઘરેતન્ત = (જેવી રીતે) પરમતત્ત્વરે તત્ત્વ = (તેવી રીતે) પરમતત્ત્વ વિજ્ઞાને = ન સમજાયું હોય તો વિજ્ઞાતે = સમજાઈ ગયું હોય શાસ્ત્રાથીતિઃ = શાસ્ત્રનું અધ્યયન માં તુ = તો પણ તું = પણ
શાસ્ત્રાથીતિઃ = શાસ્ત્રનું અધ્યયન(હવે) નિષ્ણતા = ફળરહિત(નકામું છે.) નિષ્ણતા = નકામું છે.
પ્રસ્તુત શ્લોકમાં શાસ્ત્રોની મર્યાદાનું દર્શન કરાવતા જગદગુરુ શંકરાચાર્યજી જણાવે છે કે ધ્યેયસિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ શાસ્ત્રો નિરર્થક છે. તથા શાસ્ત્રનો સાર એવા આત્મતત્ત્વનું જ્ઞાન ન થાય તો પણ શાસ્ત્રનું અધ્યયન નકામું