________________
૧૮ર
કીમિયો. આમ, વસ્તુ સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોના અભ્યાસ બાદ જો જ્ઞાન ન થાય તો શાસ્ત્રોને નકામા વળગી રહેવું નિરર્થક અને નકામું છે અને જો વેદનું મૂળ કે શાસ્ત્રોનો સૂર પકડાયો હોય અગર ગીતા જેવા મોક્ષશાસ્ત્રથી અસંગશસ્ત્ર ઉપલબ્ધ થયું હોય કે જેના સહારે સંસારવૃક્ષનો ફરી ઉદય ન થાય તેમ ધ્વસ કરવામાં સફળતા મળી હોય તો જ શાસ્ત્રોનું અધ્યયન, વાંચન કે મનન સાર્થક થયું કહેવાય. જેમ સિગારેટના ડબ્બા ઉપર લખેલું હોય છે કે સિગારેટ પીવી 2412249 elfts1?$ .'CIGARETTE SMOKING IS INJURIOUS TO HEALTH' તે પ્રમાણે હાલમાં તમાકુના કેટલાંય પ્રકારના મસાલાના પેકેટ ઉપર પણ સૂચના લખી હોય છે કે તમાકુચાવવી હનિકારક છે.'TOBACCO CHEWING. IS HARMFUL FOR HEALTH” આવી સૂચના કે સાવચેતી કેટલાંય સિગારેટ પીનારા કે તમાકુ ચાવનારા નિશદિન વાંચે છે છતાં તેવી સૂચના ન તો તેમના વિચાર કે વર્તનમાં પરિવર્તન લાવે છે કે ન તો તેમને સિગારેટ પીતા કે તમાકુ ખાતા અટકાવી શકે છે. તેથી સ્પષ્ટ થાય છે કે તેમણે આવી સૂચના વાંચી અવશ્ય છે પરંતુ તેઓ આંધળા છે. તેમણે આવી સૂચના આંખે જોઈ છે છતાં તેમની બુદ્ધિ કે મને તે સૂચના સ્વીકારી નથી. તેથી સિગારેટના ધુમાડાથી કે તમાકુના વ્યસનથી તેમને ચઢેલું ઝેર કદાપિ આવી સૂચનાથી ઉતરી શકે નહીં. તેવી જ રીતે સમજવાનું કે અજ્ઞાનરૂપી સર્પ જેને કરડ્યો હોય અને જે અજ્ઞાનઝરથી મુક્ત થવા તરફડિયાં મારતો હોય તેને અર્થસમજણ વગરના મંત્ર રટણથી કે યાંત્રિક રીતે શાસ્ત્રોનું અધ્યયન કરવાથી અગર પૈસા આપી ભાડૂતી પૂજાપાઠ કરનારા રાખવાથી કે તેમની પાસે મંત્રોચ્ચાર કરાવવાથી કદાપિ અજ્ઞાનનું ઝેર ઉતરશે નહીં. માટે જ મુમુક્ષુએ કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ પાસે જઈ અજ્ઞાનનું મારણ (ANTIDOTE), જ્ઞાન જેવી દવા લઈ અજ્ઞાનરૂપી ઝેરથી મુક્ત થવા સલાહસૂચન માગવી જોઈએ. સદ્ગુરુના ઉપદેશનું શિષ્યભાવે શ્રદ્ધા દ્વારા અનુકરણ કરવું જોઈએ કારણકે ગુરુ દ્વારા ઉપદેશાયેલા આત્મજ્ઞાનના ઉપદેશના શ્રવણ સિવાય અજ્ઞાનરૂપી ઝેર ઉતારવાનો અન્ય કોઈ ઉપાય વાસ્તવિક હોતો નથી.
| (છંદ–અનુષ્ટ્ર) न गच्छति विना पानं व्याधिरौषधशब्दतः । विनाऽपरोक्षानुभवं ब्रह्मशब्दैन मुच्यते ॥६॥