________________
૧૭૩
तद्वत्
भुक्तये
= તેવી રીતે वैखरी वाक् = કર્ણપ્રિય વાણી शब्दझरी
= શબ્દોનો અસ્મલિત પ્રવાહ શાસ્ત્રવ્યાધ્યાનશતમ્ = શાસ્ત્રના વ્યાખ્યાનો કરવામાં કુશળતા विदुषाम्
= વિદ્વાનોની वैदुष्यम्
= વિદ્વત્તા (વગેરે)
= ભોગને માટે છે न तु मुक्तये = પણ મોક્ષને માટે નથી.
મોક્ષને માર્ગે પ્રયાણ કરતા કરતા પ્રશંસા કે પ્રતિષ્ઠામાં અટવાઈ ન જવાય તે હેતુથી, ભગવાન શંકરાચાર્યજી હવે મુમુક્ષુને સુંદર દાંત દ્વારા શાસ્ત્રવ્યાખ્યાન કે પ્રવચનની મર્યાદા વિશે સમજાવે છે.
- વીણાની સુંદરતા કે તંત્રી અર્થાત તાર દ્વારા વગાડવામાં આવતા સાધનો (STRING INSTRUMENTS)ને વગાડવાની કુશળતા લોકોમાં મનોરંજનનું સાધન બની શકે. રાજસભામાં જો આવા વાજિંત્રો વગાડવામાં આવે, તો ખુશ થઈને રાજા તથા અન્ય સભાજનો વાહ! વાહ! પોકારે. પ્રસન્ન થયેલા રાજા તે વાદકને પોતાનો મોતીનો હાર ભેટ આપે, તથા વારંવાર તેનું વાદન સાંભળવા નિમંત્રણ આપે. આમ મનોરંજન કરાવવા માટે કે પ્રશંસા તથા ઇનામ મેળવવા માટે આવી વિદ્યાઓ ઉપયોગી નીવડે છે. પરંતુ તેથી કાંઈ ખુશ થયેલો રાજા વાદકને રાજગાદી આપી દેતો નથી. તેવો વાદક ઘણાં પ્રયત્નો કરી ઉત્તમોત્તમ સંગીત રેલાવે તો પણ કદી તે રાજા બની શકતો નથી. તે જ પ્રમાણે કર્ણપ્રિય, અવિરત, અસ્મલિત, શબ્દપ્રવાહયુક્ત તથા ચાતુર્ય અને વિદ્વતાપૂર્ણ વાણી વિદ્વાનને પ્રતિષ્ઠા તથા પ્રશંસા પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થઈ શકે. તેને સમાજમાં સારા પ્રવક્તા તરીકેની ખ્યાતિ કે પ્રખ્યાતિ અપાવી શકે. પરંતુ તેના વડે તે મુક્તિ કે મોક્ષને પ્રાપ્ત કરી શકે નહીં. આમ, અત્રે વ્યાખ્યાનકાર્યની મર્યાદા સમજાવી શંકરાચાર્યજી તમામ વક્તાઓ, મુમુક્ષુ સાધકોને સુંદર સૂચન આપે છે.
જિજ્ઞાસુ માટે સાધનચતુષ્ટય સંપન્ન અધિકારી બનવાનું આવશ્યક