________________
૧૭૪
હોય તો ગુરુ, આચાર્ય કે માર્ગદર્શક બનેલા વ્યાખ્યાતાને માટે અત્રે સૂચન છે કે વક્તાએ સજાગ રહેવું જરૂરી છે. લોકકલ્યાણની મહાન ભ્રાંતિ જેવી અન્ય ભાંતિ અસ્તિત્વમાં નથી, તેથી તેવા ખોટા ખ્યાલમાં રાચી વાક્યાતુર્ય દ્વારા અન્યને પ્રભાવિત કરવાના પ્રયત્નોથી વક્તાએ મુક્ત રહેવું જોઈએ. વક્તાની વાણીમાં સરિતા જેવી વાધારા હોય, અનાયાસે તેમના મુખ દ્વારા શબ્દોનો પ્રવાહ વહી રહ્યો હોય તેમ છતાં પણ તેઓ આવા સરલ શબ્દપ્રવાહ દ્વારા લોકોને પ્રભાવિત અવશ્ય કરી શકશે પરંતુ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ સિદ્ધ કરી શકશે નહીં. પ્રત્યેક પ્રવક્તાએ હૃદયમાં કોતરી રાખવા જેવો આ સંદેશ છે, કરુણાપૂર્ણ આચાર્યનો આદેશ છે. સુંદર વક્તવ્યના પ્રભાવને કારણે સમાજમાં લોકો માન આપશે, આદર આપશે એટલું જ નહીં વારંવાર વ્યાખ્યાનોનું આયોજન કરી વ્યાખ્યાન માટે નિમંત્રણ આપશે. તેમની વાહ વાહ બોલાવી અભિનંદન આપી વારંવાર તેમનો અહંકાર પોષાય તેવી યોજનાઓનું આયોજન કરશે. પરંતુ તેવા આયોજકને કે પછી પેલા પ્રવક્તાને ખ્યાલ પણ નહીં હોય તેમ, તેમનો આ સગુણ અર્થાત વાચાતુર્ય જ તેમને લોકેષણાથી ઘેરી લેશે.
લોકો દ્વારા થતી પ્રશંસામાં આવી જઈને, “સ્વયં લોકકલ્યાણ કરે છે તેવા વહેમમાં આવો પ્રવક્તા જીવતો હોય છે. અંતે લોકકલ્યાણની ભ્રાંતિમાં ડૂબેલો તે આત્મકલ્યાણના માર્ગથી ચલિત થઈ જાય છે.
શ્રુતિ જણાવે છે કે “પ્રવચન દ્વારા આત્મસાક્ષાત્કાર શક્ય નથી.” “નાયમાત્મા પ્રવનેન તથ:” (મુંડકોપનિષદ-૩/૨/૩) પરબ્રહ્મ મન, વાણી તથા ઈન્દ્રિયથી અગોચર છે. તેથી વાણી એટલે કે વક્તવ્ય દ્વારા તે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. વાણી તેને વર્ણવવા અસમર્થ હોય તો પછી તે વાણીના ઉપયોગ દ્વારા આત્મસાક્ષાત્કાર કઈ રીતે થઈ શકે? માટે જ કહ્યું છે, “તો વાવો નિવર્તને મબાણ મનસા સE I”(તૈત્તિરીયોપનિષદ-બ્રહ્માનંદવલ્લી)
- “જ્યાંથી વાણી(પરબ્રહ્મને) સ્પર્શ કર્યા વિના પાછી ફરે છે તે (પરમાત્મા) મન દ્વારા પણ અપ્રાપ્ય છે.” વાણી કે ઇન્દ્રિય કરતાં મન સૂક્ષ્મ હોવા છતાં પણ તે પરમાત્માને પામી શકતું નથી. તેથી તેવા મન અને ઇન્દ્રિયથી