________________
૧૭૧
બ્રહ્મલોકમાં બ્રહ્માજી દ્વારા તા૨ક વિદ્યા પ્રાપ્ત કરી જયારે તે મુમુક્ષુ જીવ અને બ્રહ્મના ઐક્યનો સાક્ષાત્કાર કરે છે ત્યારે જ તેને મોક્ષ પ્રાપ્ત થાય છે તેથી જ જણાવાયું છે કે “તે વાતોવ્હેવુ પરાન્તાને પરામૃતાત્પરિમુવ્યન્તિ સર્વે ।’’ (કૈવલ્ય શ્રુતિ– ૪) ‘‘તેઓ સર્વે મરણકાળે (શરીર છોડીને) બ્રહ્મલોકમાં જાય છે અને ત્યાં સર્વથા મુક્ત થઈને પ૨મ અમૃત સ્વરૂપ થઈ જાય છે.’’ "तेन ब्रह्मलोकं गतानां तत्रैव कृतसाक्षात्काराणां कैवल्यरूप मोक्षः । " ‘તેઓ બ્રહ્મલોકમાં ગયેલાઓ ત્યાં (બ્રહ્મલોકમાં) જ સાક્ષાત્કા૨ ક૨ીને કૈવલ્યરૂપ મોક્ષ પામે છે.'’
આમ, અત્રે પુરુષાર્થ સંબંધી સમજ આપતાં શંકરાચાર્યજીએ જણાવ્યું છે કે યોગ, સાંખ્ય, કર્મ, ઉપાસના કે વિદ્યા વડે મોક્ષ પ્રાપ્ત થતો નથી. પરંતુ જીવાત્મા અને ૫૨માત્માના એકત્વના જ્ઞાનથી જ મોક્ષ થાય છે.
મુક્તિ માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે પરંતુ આત્મા કોઈ વિષય નથી અર્થાત્ તે મુજથી ભિન્ન કે અન્ય કોઈ પદાર્થ નથી. તેમજ દેશ, કાળ અને વસ્તુની મર્યાદાથી પર એવો આત્મા નિત્ય મુક્ત છે. સર્વવ્યાપક આત્મા વાસ્તવમાં તો મારું નિજસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ આ આત્મા પોતે જ પ્રકાશસ્વરૂપ છે તેથી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણો દ્વારા પ્રમાણિત થઈ શકે તેમ નથી. તેથી જ તે અપ્રમેય કહેવાય છે. કોઈ પણ સાધન વડે સિદ્ધ ન થઈ શકે તેવો આ આત્મા કઈ રીતે પ્રાપ્ત થાય? તેના ઉત્તરમાં આપણે સમજી લેવું જોઈએ કે આત્મા જો મારું નિજસ્વરૂપ હોય અને તે સર્વવ્યાપ્ત હોય તો મુજને પ્રાપ્ત જ હોય. મારાથી દૂર આત્મા હોઈ શકે નહીં. તેથી તેની પ્રાપ્તિનો પ્રશ્ન તો કંઈક ‘પ્રાપ્તસ્ય પ્રાપ્તિ’ જેવો છે. અર્થાત્ જે પ્રાપ્ત છે તેને જ ‘છે' એમ જાણવું.
પોતાના જ ગળામાં લટકતો હાર ન દેખાવાથી જો આપણે તેની શોધ સર્વત્ર ચલાવીએ તો, ઘરના કોઈ પણ ખૂણામાંથી તે હાર પ્રાપ્ત થતો નથી. કુટુંબની અન્ય વ્યક્તિ જયારે હાર ખોવાઈ ગયા વિશે જાણે છે