________________
૧૭)
સાંખ્ય દ્વારા અર્થાત્ કપિલમુનિ પ્રણીત સાંખ્યશાસ્ત્રથી પણ મોક્ષ સિદ્ધ થતો નથી. આમ, વિવિધ પ્રકારના જ્ઞાન વડે મુક્તિ શક્ય નથી. તદુપરાંત વેદના કર્મકાંડ વિભાગમાં બતાવાયેલા યજ્ઞ-યાગાદિ ક્રિયાઓ દ્વારા પણ મોક્ષ મળતો નથી. એટલું જ નહીં, ન વિદ્યયા' અર્થાત્ વિદ્યા વડે પણ આ આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. અત્રે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શાસ્ત્રો જો સાધન હોય, તો તે દ્વારા પ્રાપ્ત કરેલી વિદ્યા વડે આત્મજ્ઞાન પ્રાપ્ત શા માટે નહીં થાય? અહીં શંકરાચાર્યજી સ્પષ્ટ કરવા માંગે છે કે ઉપનિષદગત હોવા છતાં પણ સગુણ ઉપાસના વડે કૈવલ્યપ્રાપ્તિરૂપી મોક્ષ સિદ્ધ થતો નથી. ઉપનિષકિહિતયાપિ વિદ્યય સોપાસના વૈવસ્થરૂપમોકો ન સિસ્થતિ ' પરંતુ જીવ અને બ્રહ્મના ઐક્ય સંબંધી જ્ઞાન દ્વારા જ મોક્ષ ઉપલબ્ધ થઈ શકે છે. .
યોગ તથા સાંખ્યશાસ્ત્ર દ્વારા ઉપલબ્ધ થતું જ્ઞાન ભેદયુક્ત છે. એટલે કે યોગ તથા સાંખ્યશાસ્ત્રોમાં જીવાત્મા અને પરમાત્માના ભેદને સ્વીકાર્યા છે. જ્યારે તે વિષયે શ્રુતિ જણાવે છે કે“ વૈષ તસ્મિન્નુરમન્તર
તે | પથ તસ્ય મયં ભવતિ |” (તૈત્તિરીય શ્રુતિ-બ્રહ્માનંદવલ્લી) “જયારે જે કોઈ આ (પરમાત્મા અને જીવાત્મા)માં જરા સરખો પણ ભેદ કરે છે અર્થાત્ તસુમાત્ર પણ ભેદબુદ્ધિ રાખે છે તેને (તે ભદદર્શનને કારણે) ભય થાય છે.” એટલું જ નહીં, શ્રુતિમાં તો ઠેર ઠેર જણાવાયું છે કે કોઈ પણ કર્મ દ્વારા અમરત્વ કે મોક્ષપ્રાપ્તિ શક્ય નથી. શ્રુતિ પણ જણાવે છે કે, “અમૃતત્ત્વચ નાશસ્તિ વિજોન' (બૃહદારણ્યકોપનિષદ-૨/૪/૨) “અમૃતત્વની આશા ધનથી રાખી શકાય તેમ નથી.” અર્થાત્ ધન વડે પ્રાપ્ત કોઈ પણ વસ્તુથી અમરતા પ્રાપ્ત થતી નથી. આમ, કર્મ દ્વારા મોક્ષ શક્ય નથી તેવું અન્ય શ્રુતિ પણ જણાવે છે. “ન કર્મળા ન બનયા ઘન ત્યાનૈવે અમૃતત્વમાનશુઃ ” (કેવલ્યગ્રુતિ – ૩) “કર્મ દ્વારા, પ્રજોત્પત્તિ દ્વારા કે ધન વડે નહીં પરંતુ ત્યાગ દ્વારા જ કેટલાકે અમરતા(મોક્ષ) પ્રાપ્ત કરી છે.” આમ જણાવી, જગદ્ગુરુ શંકરાચાર્યજીએ અત્રે શાસ્ત્રના શાબ્દિક જ્ઞાનની મર્યાદા દર્શાવી છે. શાસ્ત્રના મંત્રોની સમજથી પ્રાપ્ત પરોક્ષજ્ઞાન જિજ્ઞાસુને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવી શકે, પરંતુ કૈવલ્યરૂપી મોક્ષ અપાવી શકે નહીં.