________________
છૂટવા માટે કરવો પડતો સ્વપ્રયત્ન કોને કહેવાય? કેવો પુરુષાર્થ મુક્તિ માટે જરૂરી કે ઉપયોગી છે, તે જણાવે છે.
(છંદ-અનુષ્ટુપ)
न योगेन न सांख्येन कर्मणा नो न विद्यया । ब्रह्मात्मैकत्वबोधेन मोक्षः सिध्यति
નાન્યથા ગીર્દીી
न योगेन યોગથી નહીં,
ન સાંઘ્યેન = સાંખ્યદર્શનના જ્ઞાનથી
=
૧૬૯
નહીં,
न कर्मणा કર્મથી નહીં,
न विद्यया
=
=
બ્રહ્માત્મત્ત્તવોથેન= જીવ અને
મોક્ષઃ
सिध्यति
બ્રહ્મના એકત્વના જ્ઞાનથી
ઉપાસનાથી(પણ)નહીં, ૧ અન્યથા
મોક્ષની
· પ્રાપ્તિ થાય છે
=
બીજા કોઈથી
(ઉપાયથી) નહીં.
=
=
આત્મજ્ઞાનની મહત્તા
પુરુષાર્થ વિશે સ્પષ્ટતા કરતાં આ શ્લોકમાં ભગવાન શંકરાચાર્યજી ખૂબ સુંદર વાત જણાવે છે. અત્રે જણાવ્યા પ્રમાણે મોક્ષ કે મુક્તિ યોગથી, સાંખ્યથી, કર્મથી કે કોઈ પણ પ્રકારની વિધાથી પ્રાપ્ત થતી નથી. પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે તો માત્ર એક જ ઉપાય છે, જીવ અને બ્રહ્મનું ઐક્ય. જીવાત્મા અને ૫૨માત્માના ઐક્યના જ્ઞાન સિવાય અન્ય કોઈ પણ ઉપાય દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી. મોક્ષઃ દ્રાઆત્મા–પવનોથૈન સિધ્ધતિ । । અન્યથા ।'
-
યોગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ નથી. તે સમજવા માટે યોગ શબ્દ શું છે તે વિચારી લેવો આવશ્યક છે. અત્રે યોગનો અર્થ છે યૌગિક ક્રિયાઓ. પતંજલિ મહારાજનું યોગદર્શન ક્રિયાસભર છે. સાધક જો સ્વયંને યોગ ક૨ના૨ કર્તા સમજશે તો કદાપિ બંધનમાંથી છૂટી શકશે નહીં. તેથી જ અત્રે શંકરાચાર્યજીએ ‘મોક્ષઃ યોગેન ન સિધ્ધતિ ।' ‘મોક્ષની પ્રાપ્તિ યોગ વડે શક્ય નથી.’ એમ જણાવ્યું છે.