________________
૧૬૮
દર્શનાર્થે તો વ્યક્તિએ જાતે જ પુરુષાર્થ કરી અજ્ઞાનને દૂર કરવા માટે ચર્મચક્ષુ નહીં, પરંતુ જ્ઞાનચક્ષની પ્રાપ્તિ કરવી પડે છે. જ્ઞાનચક્ષુ વિના અન્ય કોઈ ઉપાય વડે આત્મદર્શન શક્ય નથી.
અજ્ઞાન આવરણને દૂર કરવાના પુરુષાર્થ માટે દરેકે જાતે જ જ્ઞાનપ્રાપ્તિનો કે અજ્ઞાનનિવૃત્તિનો પુરુષાર્થ કરવો પડે છે, તેવું હવે પછીના શ્લોકમાં શંકરાચાર્યજી સ્પષ્ટપણે જણાવે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) अविद्याकामकर्मादिपाशबन्धं विमोचितुम् । कः शक्नुयाद् विनात्मानं कल्पकोटिशतैरपि ।। ५७।।
વિદ્યાવિકિપાશવશ્વમ્ = અજ્ઞાન, કામનાઓ અને કર્મ
વગેરેના પાશના બંધનમાંથી . आत्मानं विना
= સ્વપ્રયત્ન વિના જ્યોટિશજો મા = સો કરોડ કલ્પો સુધી પણ विमोचितुम्
= છૂટકારો
= કોણ शक्नुयात्
= મેળવી શકે?
અત્યાર સુધી ચર્ચાઈ રહેલા સ્વપ્રયત્નના મુદ્દાને પુનઃ દર્શાવતા શંકરાચાર્યજી અત્રે સ્પષ્ટપણે જણાવે છે કે અનાદિકાળથી ચાલ્યું આવેલું આ અજ્ઞાન, તેમાંથી જન્મતી કામનાઓ અને તેની પ્રેરણાથી થતાં કર્મોના બંધનમાંથી કરોડો કલ્પો સુધી પણ સ્વયંની જાત સિવાય અન્ય કોઈ છોડાવી શકે તેમ નથી. માત્માનો વિના વિમોવિતું : શવનુયાત્ ' આપણા અજ્ઞાનજનિત કાલ્પનિક બંધનમાંથી આપણને અન્ય કોઈ છોડાવી શકે નહીં.
આ જ વાત અન્ય શબ્દોમાં જણાવતાં ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે “ઉદ્ધોવાત્મનાત્માનમ્ (ભ.ગીતા.અ.૬-૫). આમ, સ્વપ્રયત્નની આવશ્યકતા જણાવ્યા બાદ હવે શંકરાચાર્યજી, સ્વપુરુષાર્થ એટલે શું? બંધનમાંથી