________________
૧૬૭
સમજ, તેના ગૂઢ સંકેતો સમજવા પડે તેમ કર્યા બાદ રોગીએ દવા આરોગવી પડે, તે જ પ્રમાણે સંસારવ્યાધિથી ગ્રસ્ત રોગીએ પણ શ્રુતિના સંકેતોને આત્મસાત કરવા પડે. દવાને પચાવવા જેમ પાણીનો ઉપયોગ કરવો પડે તેમ શાસ્ત્રને પચાવવા ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવા પડે. એકાંતમાં રહી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી પડે અને તો જ કદાચ ભવરોગમાંથી છૂટી
શકાય.
પરમ પુરુષાર્થ એવા મોક્ષમાર્ગે સ્વપ્રયત્ન જ કામ લાગી શકે, તે મહત્ત્વની બાબતને વધુ દઢ બનાવવા એ જ સંદર્ભમાં જગદ્ગુરુ આગળ સમજાવે છે.
| (છંદ-ઉપજાતિ) वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा स्वेनैव वेद्यं न तु पण्डितेन । • चन्द्रस्वरूपं निजचक्षुषैव ज्ञातव्यमन्यैरवगम्यते किम् ।।५६।।
વન્દ્રસ્વરૂપમ્ (જેમ) ચંદ્રનું સ્વરૂપ વસ્તુસ્વરૂપમ્ = આત્મસ્વરૂપ નિનાષા પર્વ=પોતાની જ આંખોથી છુટવો વધુNI= સમ્યક જ્ઞાનનેત્ર વડે જ્ઞાતવ્યમ્ =જાણવા યોગ્ય છે, સ્પેન વ =પોતાનાથી જ મળેઃ =બીજાઓ વડે વેદ્યમ્ =જાણવા યોગ્ય છે) વિ વાગતે શું જાણી શકાય? તુ =પરંતુ
(તેવી રીતે) ન પveતેન = પંડિત વડે નહીં.
ચંદ્રના રમણીય રૂપનું દર્શન કરવું હોય તથા તેનું માધુર્ય માણવું હોય તો વ્યક્તિ સ્વયંના ચર્મચક્ષુ દ્વારા જ જાણી કે માણી શકે છે. અન્ય દ્વારા થયેલા દર્શનથી તે આલાદનો આનંદ માણી શકતો નથી. તે જ પ્રમાણે કોઈ વિદ્વાન હોય, ગમે તેવો પંડિત હોય, પરંતુ તેનું જ્ઞાન આપણને આત્મદર્શન માટે મદદરૂપ નીવડી શકે નહીં. અન્ય દ્વારા થયેલો પુરુષાર્થ આત્મજ્ઞાનના માર્ગમાં આપણને મદદરૂપ થઈ શકે નહીં. પરમાત્માના સાક્ષાત્કારમાં કોઈ દલાલ રોકી શકાય તેમ નથી. આડતિયાની ભગવાનને ખપ નથી. તેના