________________
૧૬પ
વ્યક્તિ કે વટેમાર્ગુ મદદરૂપ થઈ શકે છે. પરંતુ જો તે વ્યક્તિ ભૂખી હોય, તેને તરસ લાગી હોય તો તેની ભૂખ કે તરસની તૃપ્તિ અન્ય કોઈના ભોજન કરવાથી કે પાણી પીવાથી થતી નથી. ભૂખ અને તરસ મિટાવવા માટે તો તે વ્યક્તિએ જાતે જ ખોરાક ખાવો પડે છે. કોઈ પરોપકારી કે હિતેચ્છુંજન ભૂખી અને તરસી વ્યક્તિને અન્ન-જળ આપી શકે પરંતુ ખોરાકને ચાવીને પેટમાં ઉતારવાનું કાર્ય તો ભૂખી વ્યક્તિએ પોતે જ કરવું પડે છે. તેવી જ રીતે સંસારના બંધનમાંથી કે દુઃખના દાવાનળમાંથી મુક્તિ માટેનો પ્રયત્ન તો વ્યક્તિએ જાતે જ કરવો પડે છે.
| કોઈ માર્ગદર્શક ગુરુ પાસે વ્યક્તિને લઈ જઈ શકાય, પરંતુ જ્ઞાનમાં અભિરુચિ તો વ્યક્તિએ જાતે જ કેળવવી પડે છે. જેમ કે કોઈ ઘોડાને તબેલામાંથી તળાવ સુધી આપણે પહોંચાડી શકીએ પરંતુ પાણી પીવડાવી ન શકીએ. તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિને શાસ્ત્રના ગ્રંથો આપી શકાય, પરંતુ તેમાં રસ કેળવતો ન કરી શકાય. જેમ ભૂખી વ્યક્તિને જ જમાડી શકાય, તેમ સંસારના દાવાનળથી દાઝેલી વ્યક્તિને જ દુઃખમુક્તિનો ઉપાય બતાવી શકાય. એટલું જ નહીં જે વ્યક્તિ ભૂખી હોય તે જ નક્કી કરી શકે કે,પોતે શું ખાવું છે? ક્યારે ખાવું છે? તથા તે કેટલું ખાઈ શકે તેમ છે. આમ, અધ્યાત્મમાર્ગે સર્વ કોઈને બળજબરીથી ધકેલી શકાય નહીં.
જે જ્ઞાનપિપાસુ હોય, સાચા અર્થમાં, જેને જ્ઞાનની ભૂખ લાગી હોય તે જ • આત્મજ્ઞાનના વિષયમાં વિચારી શકે. તેવી વ્યક્તિને જ શાસ્ત્રશ્રવણ ઉપયોગી બની શકે.
અત્રે જણાવવામાં આવ્યું કે જેવી રીતે માથા પરના ભારને દૂર કરવા માટે અન્ય કોઈ મદદરૂપ થઈ શકે, પરંતુ સુધાદિથી મુક્ત થવા માટે તો વ્યક્તિએ જાતે જ પ્રયત્ન કરવો પડે છે. તેવી જ રીતે સંસારબંધનમાંથી છૂટવા માટે પણ વ્યક્તિએ સ્વયં જ પુરુષાર્થ કરવો પડે છે. આ જ સંદર્ભમાં વધુ એક દૃષ્ટાંત દ્વારા શંકરાચાર્યજી હવે પછીના શ્લોકમાં સમજાવે છે.