________________
૧૬૪
અટકાવી શક્યા હોત. એ જ પ્રમાણે રામાવતારમાં પણ ભગવાને રાવણનો સંહાર કરવાને બદલે તેના તમામ કર્મોમાંથી તેને મોક્ષ પ્રદાન કર્યો હોત. સ્વયં અવતારી પુરુષ હોવા છતાં તેઓએ દુષ્ટોને તેમના દુષ્કર્મનું જ ફળ આપ્યું છે.આમ કર્મના કાયદામાંથી કોઈ મુક્ત થઈ શકે તેમ નથી. તેથી જ અત્રે જણાવવામાં આવ્યું છે કે બંધનમાંથી છૂટવા માટે વ્યક્તિએ પોતાની જાતે જ પ્રયત્ન કરવો પડે છે.
અન્ય દષ્ટાંત દ્વારા હવે પછીના શ્લોકમાં આ જ મુદ્દાને ભગવાન શંકરાચાર્યજી વધુ સ્પષ્ટ કરે છે.
| (છંદ-અનુષ્ટ્રપ). मस्तकन्यस्तभारादेः दुःखमन्यैर्निवार्यते ।
क्षुधादिकृतदुःखं तु विना स्वेन न केनचित् ।। ५४।। મસ્તસ્તમારાવે = (પોતાના) 7 = પણ
માથા ઉપર રાખેલા કુણાવિકૃતઘુવમ્ = ભૂખ તરસ
ભાર વગેરેનું - વગેરેથી ઉપજેલું દુઃખ કુવમ્ = દુઃખ
ન વિના પોતાની જાત સિવાય મઃ = બીજાઓથી ન વનવિત્રકોઈનાથી પણ નિવારી નિવાર્ય = નિવારણ કરી શકાય. શકાતું નથી.
જીવનમાં ઘણી બાબતો એવી છે કે જેના માટે માત્ર સ્વપ્રયત્ન જ ઉપયોગી નીવડી શકે. સ્વપ્રયત્ન વિના બીજા કોઈ પણ ઉપાય વડે તેવી સમસ્યાઓ હલ થતી નથી. બંધનમાંથી મુક્તિ કે અજ્ઞાનનિવૃત્તિ પણ સ્વયંના સભાનપણે કરાયેલા ચોક્કસ પ્રમાણે ના પ્રયત્નથી જ થઈ શકે તેમ છે. તેથી તેવા જીવનના મૂળભૂત પ્રશ્નના ઉકેલ માટે સ્વપ્રયત્નનું મહત્ત્વ તેમજ તેની અનિવાર્યતા સમજાવવા માટે ભગવાન શંકરાચાર્યજીએ અત્રે અન્ય દષ્ટાંત આપેલું છે.
કોઈ વ્યક્તિ જો માથા ઉપર ભાર લઈને જતી હોય તો તેને ભારમાંથી મુક્ત કરવા કે પછી ભારને થોડો હલકો કરવા માટે અન્ય કોઈ