________________
૧૫ર
જ છે કે, “સંસાર છે માટે આપણે સંસારી નથી પરંતુ આપણે સ્વયંને સંસારી માનીએ છીએ તેથી સંસાર સર્જાય છે.” ખરેખર તો સંસાર જ નથી તો સંસારી ક્યાં? તેમજ સંસાર નથી, સંસારી નથી તો દુઃખ ક્યાં છે? કોને છે? સંસારી જ સંસારના દુઃખોથી દુઃખી થાય. પરંતુ વિવેકજ્ઞાનરૂપી અગ્નિ વડે સમજી શકાય કે, “હું દેહ નથી, દેહસંઘાત મારે નથી તો સંસાર કેવો? જયાં સંસાર જ નથી તો સંસારી કેવો?” આવા આત્મા-અનાત્માના વિવેકાગ્નિ દ્વારા અજ્ઞાનને દૂર કરવામાં આવે તો અજ્ઞાનજનિત દેશ્યપ્રપંચનો, સંસારનો, તેના મૂળ “અજ્ઞાન' સહિત નાશ થાય છે. માટે જ અત્રે જણાવાયું છે કે, “વિવે-૩તિ-વાઘ-વઃિ સમૂર્ત મજ્ઞાનવાર્ય પ્રતહેતુI’ ‘વિવેકાગ્નિ - અજ્ઞાનજન્ય સંસારને મૂળ સાથે સળગાવી દેશે.”
અજ્ઞાનને લીધે સંસાર જન્મે છે તેથી અજ્ઞાન સંસારનું કારણ થયું અને સંસાર કે જગત તેનું કાર્ય થયું. અર્થાત્ અજ્ઞાનરૂપી બીજમાંથી જ સંસારરૂપી વૃક્ષનો જન્મ થાય છે. આમ હોવાથી જ અજ્ઞાનનો નાશ કરવામાં આવે તો તેના કાર્ય તેવા સંસારનો પણ નાશ થઈ જાય. બીજને બાળી નાખીએ તો વૃક્ષ આપોઆપ બળી જાય છે.
જારના? વાર્ય નાસ્તિ !”
અજ્ઞાનના નાશમાં જ સંસારનો સમૂલ નાશ રહેલો છે. આત્મા-અનાત્માનો વિવેક જ અજ્ઞાન નિર્મૂળ કરી સંસારનો બાધ કરે છે. તેથી સંસારજન્ય દુઃખની નિવૃત્તિ માટે અજ્ઞાનનાશનો ઉપાય એવા વિવેકજ્ઞાનની પ્રાપ્તિ કરવી અનિવાર્ય છે. અર્થાત્ આત્મજ્ઞાન જ સર્વ દુઃખોની નિવૃત્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. સંસારતાપથી ત્રાસેલા તમામ મનુષ્યોએ પણ દુઃખમુક્તિની પ્રાપ્તિ માટે અજ્ઞાનનાબૂદીનો જ મહત્ત્વનો માર્ગ અપનાવવો આવશ્યક છે.
અજ્ઞાનનિવૃત્તિ એ જ પરમાનંદની પ્રાપ્તિનું એક માત્ર ઉત્તમોત્તમ સાધન છે, તેવું જાણતાં જ શિષ્ય હવે, અજ્ઞાનનાબૂદીને પંથે પ્રયાણ કરવા તત્પર બને છે. અભયદાન પ્રાપ્ત, ગુરુની કરુણાના પાત્ર બનેલો શિષ્ય હવે નિખાલસતાપૂર્વક પ્રશ્ન રજૂ કરવા તૈયાર થાય છે.