________________
૧૫૧
પરમાત્મન: તવ= પરમાત્મ- તયોઃ = (આત્મા અને સ્વરૂપ તને
અનાત્મા) બન્નેના મજ્ઞાનયોI[ = અજ્ઞાનને કારણે વિવેકોવિત-= વિવેકથી ઉપજેલો દિ = જ
વોઃિ = જ્ઞાનરૂપી અગ્નિ મનાત્મવઃ = અનાત્માનું બંધન છે. મજ્ઞાનવાર્ય= અજ્ઞાનના કાર્યને તતઃ વ = તેના લીધે જ સમૂતમ્ = મૂળ સહિત સંસ્કૃતિઃ = સંસાર (છે) પ્રવત = બાળી મૂકશે.
દુઃખદ સંસારવૃક્ષના ઉચ્છેદન માટે પ્રબળ હથિયારનું નિર્દેશન કરતાં ગુરુ, શિષ્યને ઉપદેશ છે કે અજ્ઞાનને કારણે જન્મેલા દેહાદિરૂપ અનાત્મસંબંધથી તું સંસારને પ્રાપ્ત થયો છે તેથી, હે વત્સ! હું તને આત્મા અને અનાત્માનો ભેદ પારખવારૂપી વિવેકજ્ઞાન પ્રદાન કરું છું. જે વિવેકજ્ઞાનરૂપી અગ્નિ, અજ્ઞાનજન્ય તારા સંસારવૃક્ષને મૂળ સાથે બાળી, દુઃખદ સંસારના દાવાનળથી તને ઉગારી લેશે.
અત્રે ગુરુ શિષ્યને તેના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવતાં કહે છે કે, “હે શિષ્ય ! વાસ્તવમાં તો તું પરમાત્મા જ છે. તારા સાચા સ્વરૂપમાં અજ્ઞાન નથી. તેથી દુઃખનો સ્પર્શ પણ તને થતો નથી. છતાં પણ તારા આત્મ-સ્વરૂપના જ્ઞાનથી વંચિત એવા તેં, અનાત્મા સાથે તાદાસ્ય કર્યું છે. જેને કારણે દેહાદિનું કલ્પિત બંધન તને દુઃખી કરે છે. સ્થૂળ દેહને “હું' તરીકે સ્વીકારવાની ભૂલ થતાં જ રાગ અને દ્વેષનું બંધન પ્રાપ્ત થાય છે. જ્યાં જ્યાં રાગ કે આસક્તિ રહેલી હોય ત્યાં ત્યાં મન વારંવાર ગમન કરે છે. જે જે પદાર્થોમાં રાગ રહેલો હોય છે તે તે પદાર્થોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય છે તથા જે જે પદાર્થોમાં દ્વેષ રહેલો હોય છે તે તે પદાર્થોથી દૂર જવાનું મન થાય છે. આમ, અજ્ઞાનજન્ય રાગ અને દ્વેષ, પ્રવૃત્તિ તથા નિવૃત્તિના કાર્યમાં પ્રત્યેકને સંયોજે છે. આવી ક્રિયાઓ જ પુનર્જન્મનું કારણ બને છે. તેનાથી જ સંસારચક્ર ચાલ્યા કરે છે. જે તને સતત બંધનનો અનુભવ કરાવે છે.” આમ, સંસારનો જન્મ અજ્ઞાનથી થાય છે. આવી સમજનો નિષ્કર્ષ તો એ