________________
૧૫૩
(છંદ-અનુષ્ટ્રપ)
शिष्य उवाच कृपया श्रूयतां स्वामिन् प्रश्नोऽयं क्रियते मया । तदुत्तरमहं श्रुत्वा कृतार्थः स्यां भवन्मुखात् ॥५०॥
શિષ્યઃ સવાવ = શિષ્ય બોલ્યો. સ્વામિન્ = હે સ્વામી ! ઉત્તરમ્ = ઉત્તર કૃપયા = કૃપા કરીને મનુવાતું = આપના મુખથી શ્રયતામ્ = આપ સાંભળો. કુવા = સાંભળીને मया = મારા દ્વારા મહમ્ = હું યમ્ = આ
કૃતાર્થ = કૃતાર્થ પ્રશ્નઃ જિતે = પ્રશ્ન કરાય છે. स्याम् = થઈશ. તત્ = તેનો
અધિકારી મુમુક્ષુ અને વિવેક-વિનયયુક્ત શિષ્ય પ્રશ્ન પૂછવાની પૂર્વભૂમિકા તૈયાર કરતો હોય તેમ ગુરુને કહે છે કે, “આપની કૃપાદૃષ્ટિથી સંપન્ન થયેલો હું હવે આપને નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછવાની ચેષ્ટા કરું છું. અજ્ઞાનવિનાશક આપ જ મારા પ્રશ્નનો ઉત્તર આપવા સમર્થ છો. આપના પવિત્ર મુખથી જ્ઞાનામૃતરૂપી ઉત્તર પામી હું કૃતાર્થ થઈશ, ધન્ય બનીશ.”
પ્રશ્નોત્તરીના સંવાદ માટે તૈયાર થતી પાર્વભૂમિકા ગુરુને ઉપદેશ આપવા પ્રેરણા પ્રદાન કરે છે આપણી પરંપરામાં પ્રશ્નોત્તરી દ્વારા જ જ્ઞાન હસ્તાંતરિત થયું છે. પ્રશ્નરૂપી પ્રેરકબળ જ ગુરુને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપવા વિવશ કરે છે. પ્રશ્નરૂપી નિમિત્ત ઊભું ન થાય તો જ્ઞાનીજન હોય, સભા માનવમેદનીથી ભરેલી હોય છતાં પણ જ્ઞાનામૃતની સરિતા વહી શક્તી નથી. તેથી જ જ્ઞાનમાર્ગે પ્રશ્નો પૂછવા તે પણ અતિ મહત્ત્વનું પાસુ છે.
શિષ્ય હવે ગુરુને ઉપદેશ આપવા વિનંતી કરતાં પોતાનો મૂળભૂત પ્રશ્ન રજૂ કરે છે.