________________
૧૪૭
છું. આ “હું એટલે કોણ? શરીર હું છું? જો શરીર હું, તો શરીર મને દશ્ય છે. દશ્ય હંમેશા દૃષ્ટાથી ભિન્ન હોય, તેથી સ્વયંને શરીર માનનાર “હું “ આ’ શરીરથી જુદો છું. દેશ્ય શરીરને હું માનવાની ભૂલ કરીશું તો સર્વ દશ્ય પદાર્થો, જોતાંની સાથે જ “” માં ફેરવાઈ જાય. પરંતુ તેમ થતું નથી. તેથી એક વાત સ્પષ્ટ છે કે દેશ્ય શરીર હું નથી, પરંતુ શરીરનો દષ્ટા, સાક્ષી, હું જડ શરીરથી મુક્ત છું. આટલું જ જો સ્પષ્ટ થઈ જાય તો પણ ઘણાં બધાં દુઃખો જીવનમાંથી દૂર થઈ જાય. હવે વિચારીએ કે આ શરીર “હું નથી તો પછી મૃત્યુને આધીન થનારા શરીરના મોતથી “હું મરતો નથી. મારે મૃત્યુ હોઈ શકે નહીં. મૃત્યુ મારે નથી તો પછી મને ભય શાનો? ભય નથી તો દુઃખ કેવું? શરીર ‘હું નથી તેથી તે વાત પણ સત્ય છે કે શરીરને લાગુ પડેલો રોગ મારો નથી. શરીરમાં રહેલી વ્યાધિ સાથે મારે કોઈ નિસ્બત નથી. તે જ પ્રમાણે હું શરીર નથી તો વૃદ્ધિ, વિકારને પ્રાપ્ત થઈ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થનાર “હું નથી. તેથી આસક્તિ શરીરમાં હોય પરંતુ સર્વના આધાર એવા શરીરથી ભિન્ન મુજ સાક્ષી ચૈતન્યમાં ન હોય. શરીર કદરૂપું હોય કે પછી રૂપાળું હોય, હું શરીરથી ભિન્ન છું માટે કદરૂપાપણાના દુઃખથી કે પછી રૂપના અભિમાનથી હું મુક્ત છું. શરીર, તેમાં રહેલી ઇન્દ્રિયો તથા અવયવો દ્વારા કર્મમાં પ્રવૃત્ત થાય “શરીર ઇન્દ્રિયો કે અવયવોથી મુક્ત છું એટલું જ નહીં, પરંતુ તેની પાછળ કાર્યરત રહેલા મન અને બુદ્ધિથી પણ ભિન્ન છું તેથી શરીરના કર્મો સાથે મારે કોઈ સોબત નથી. કર્મ શરીર દ્વારા થાય તો, “જે કર્મ કરે તે ફળ ભોગવે', એ ન્યાય પ્રમાણે શરીર દ્વારા થયેલા કર્મોનું ફળ શરીર ભોગવે. તેવા ભોગમાં મારો કોઈ ભાગ હોઈ શકે નહીં. આમ,
કર્તા નથી તેથી જ “હું ભોક્તા પણ નથી. આ વાત જો સ્પષ્ટ થઈ જાય તો સમજી જવાય કે કર્મફળ, ઇચ્છિત મળતાં સુખ જન્મ તથા અનપેક્ષિત ફળ મળતાં દુઃખી થવાય. પરંતુ કર્તા ન હોવાને લીધે કર્મફળ મને મળી શકે નહીં, તેથી ઇચ્છિત કે અનિચ્છિત ફળથી જન્મતાં સુખ કે દુઃખ મને પ્રાપ્ત થાય નહીં. આમ, સ્વસ્વરૂપનું જ્ઞાન થતાં સ્વયંને શરીર, મન, બુદ્ધિ વગેરેની ઉપાધિથી ભિન્ન સમજી શકાય. આમ થતાં જ અજ્ઞાનની નાબૂદી