________________
૧૪૬
વૈદિક ધર્મની તત્ત્વવિચારણા એવી છે કે દુઃખનું મૂળ અજ્ઞાન છે. સ્વસ્વરૂપના જ્ઞાનના અભાવે આપણે દુ:ખી છીએ. યાં, ‘મેં પાપ કર્યું છે' તથા ‘મારે પુણ્ય કર્મ કરવું છે', ત્યાં તેવા વિચારોના પાયામાં કર્તાભાવ રહેલો છે. કર્તાભાવ જ્યાં મોજૂદ છે ત્યાં જ પાપકર્મો કે પુણ્યકર્મ જેવી પ્રવૃત્તિ છે. હિંદુ ધર્મના શાસ્ત્રો કે આપણી વૈદિક પરંપરામાં તો કર્તાની કબર પરથી વક્તવ્યો અપાયેલા છે. ‘હું કર્તા નથી પણ તેનાથી મુક્ત છું', તેવા જ્ઞાનમાં જ પુણ્ય કર્મ કે પાપ કર્મની નાબૂદી છે. જો હું ‘કર્તા’ જ નથી તો પછી મને ફળ મળે ક્યાંથી? જો ફળ મને ન મળે તો પુણ્યકર્મના સારા ફળથી સુખી કે પાપકર્મના ખરાબ ફળથી દુઃખી થનારો હું હોઈ શકું નહીં. આવી ગહન તત્ત્વવિચારણામાં જ દુઃખમુક્તિનો ઉપાય રહેલો છે તથા સ્વસ્વરૂપના અજ્ઞાનમાં જ દુઃખ સમાયેલું છે. આપણી સંસ્કૃતિ તો ગર્જના કરી ઘોષણા કરે છે કે સ્વરૂપનું અજ્ઞાન એ જ મોટામાં મોટું પાપ છે. તેથી પાપમાંથી મુક્ત થઈ દુઃખનો નાશ ક૨વા માટે જ્ઞાનપ્રાપ્તિ એક માત્ર ઉપાય છે. આમ, પૂર્વની સંસ્કૃતિનો પાયો જ્ઞાનપ્રધાન છે. માટે આપણી પૂર્વની સંસ્કૃતિ KNOWLEDGE ORIENTED છે.
ન
જ્ઞાનપ્રાપ્તિમાં જ દુઃખમુક્તિ રહેલી છે. એટલે કે અજ્ઞાનનાબૂદીમાં જ જીવનની આબાદી સમાયેલી છે. તેવું સ્પષ્ટપણે વિચારી ગયા બાદ, હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે આત્મસ્વરૂપના અજ્ઞાનની નાબૂદી તથા સ્વસ્વરૂપના જ્ઞાનમાં સર્વ દુઃખોની નિવૃત્તિ કેવી રીતે થઈ શકે છે? તેનો એકમાત્ર ઉત્તર શંકરાચાર્યજી જણાવે છે કે,
'वेदांतार्थ विचारेण जायते ज्ञानमुत्तमम् ।'
વેદાંતવાક્યોના સાર્થક અને મોક્ષપ્રે૨ક અર્થો ૫૨ વિચારણા ક૨વાથી જ અજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલી બરબાદીથી બચી શકાય અને આત્મવિચા૨ દ્વારા ઉત્પન્ન થના૨ી પરમપદ જેવી આબાદી હસ્તગત થઈ શકે. તેથી હવે આત્મવિચાર કેવી રીતે કરવો તેના ઉપર વિચારણા કરીએ, જેથી અજ્ઞાન અને તેના કાર્યની આત્યંતિક નિવૃત્તિ થઈ શકે. વિચાર કરતાં આપણને સમજાશે કે જે જે કંઈ દશ્ય છે, તે દૃશ્ય, રૂમ્ પદાર્થોથી ‘હું’ અહમ્ ભિન્ન