________________
(છંદ-અનુષ્ટુપ)
वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् । तेनात्यन्तिकसंसारदुःखनाशो भवत्यनु ॥४७॥
वेदान्तार्थविचारेण
उत्तमम् ज्ञानं जायते
अनु
भवति
ઉપનિષદોના અર્થનો વિચા૨ ક૨વાથી
ઉત્તમ
= જ્ઞાન થાય છે.
પછી તેનાથી
=
૧૪૩
=
=
બાયન્તિ-સંસારવું:વનાશઃ = સંસારના દુઃખોનો આત્મન્તિક નાશ = થાય છે.
અભય પ્રદાન કર્યા બાદ સંસા૨દુઃખના નાશનો મહાન ઉપાય અત્રે વર્ણવવામાં આવ્યો છે. દુઃખમુક્તિનો એક માત્ર ઉપાય દર્શાવતા ગુરુ જણાવે છે કે વેદાંતના વાક્યોનો વિચાર કરી તેના ઉપર ચિંતન મનન કરવાથી ઉત્તમ તત્ત્વનું જ્ઞાન થાય છે અને તેનાથી સંસારના દુઃખનો આત્યંતિક નાશ થાય છે.
સંસા૨દુઃખના નાશનો ઉપાય શોધતા આપણે એવું માની લીધું છે કે દુઃખના નાશ માટે કોઈક પ્રયત્ન કરવો આવશ્યક છે. પુરુષાર્થ વિના દુ:ખમુક્તિ શક્ય નથી. પરંપરાના જ્ઞાનથી વંચિત એવા આપણે દુઃખને દૂર ક૨વા બાહ્ય જગતમાં પ્રવૃત્તિ આદરી અને મનમાં દેઢ કર્યું કે બાહ્ય સંજોગોમાં ફેરફાર કરવાથી તેમ જ સાધનસંપત્તિની પ્રાપ્તિ કરી દુ:ખમાંથી ઉગરી જવાય છે. આમ વિચા૨ી સંજોગોને સુધા૨વા પ્રવૃત્ત થયેલા આપણે દુઃખમુક્તિના ઉપાયને આપણી બહાર માની લીધો. દુઃખમુક્તિનો ઉપાય આપણી બહાર હોય તો તો એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે દુઃખ પણ આપણી બહાર જ છે. દુ:ખ જો આપણી બહાર જગતમાં હોય તો જ બાહ્ય જગતમાં કરેલા ફેરફારો કે પુરુષાર્થ દ્વારા તેનો નાશ થઈ શકે. પરંતુ સદીઓથી બાહ્ય કર્મોમાં પ્રવૃત્ત આપણે હજી પણ દુઃખનો અંત લાવી શક્યા નથી. તો પછી હવે આપણે