________________
૧૪૨
મંદ હોય છે. જો કોઈ મુમુક્ષુ જીવનમાં પરમ સાધન એવા વૈરાગ્યને જ પ્રાપ્ત કરી લે તો પણ બાકીના સાધનો આપોઆપ તેને અનાયાસે ઉપલબ્ધ થઈ જાય છે. વૈરાગ્ય પ્રાપ્ત કરવો અશક્ય જણાય તો તેવાઓએ વધુને વધુ શ્રવણ કરી અંતઃકરણ શુદ્ધિ દ્વારા હૃદયમાં વિવેકાગ્નિને પ્રજવલિત કરવો જોઈએ. વિવેક પ્રાપ્ત થતાં કાળક્રમે તેના પરિણામે ચિત્તમાં વૈરાગ્ય જાગશે. આમ કરવામાં જીવનનો સમય જો સમાપ્ત થાય તો પણ ચિંતિત થયા વિના પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. કારણ કે આ જન્મે અધૂરું રહેલું કાર્ય પુનર્જન્મે પુરુષાર્થ દ્વારા સંપન્ન થશે જ તેમાં કોઈ શંકા નથી, કારણ કે ભગવદ્ વચન છે કે, "शुचिनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ।"
[ભ. ગીતા. અ. ૬-૪૧] “યોગભ્રષ્ટ પુરુષ સદાચારી શ્રીમંતોના ઘરમાં જન્મે છે.” આમ, શ્રેય માર્ગે કરેલો પુરુષાર્થ કદાપિ એળે જતો નથી બલકે પુનર્જન્મે તે ચરિતાર્થ થાય છે. તેથી જ સર્વને અભય પ્રદાન કરતાં ગુરુ અત્રે જણાવે છે કે હે શિષ્ય! તારી તમામ સમસ્યાઓનો ઉકેલ અવશ્ય છે. તારા પ્રશ્નોનું સમાધાન ચોક્કસ થશે. તું ચિંતામુક્ત થઈ તને ચીંધ્યા માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કર. હવે ભયમુક્તિના ઉપાયના અસ્તિત્વની દઢતાપૂર્વક ઉદ્દઘોષણા કરે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) अस्त्युपायो महान् कश्चित् संसारभयनाशनः ।
तेन तीर्खा भवाम्भोधिं परमानन्दमाप्स्यसि ॥४६॥ સંસારમયનાશન: સંસારના ભયનો તેર = તેનાથી (તું)
નાશ કરવાવાળો ભવાઝ્મોધિક્ = ભવસાગરને of = કોઈક
તીત્વ = તરી જઈને महान् = મહાન
પરમાનન્દમ્ = પરમ આનંદને ઉપાય: મસ્તિ = ઉપાય છે. માસ્યુસ = પામીશ.