________________
एनम् सेचय
=
એવા મને
- સીંચો
૧૩૩
મવવીક્ષળ-ક્ષળતેઃ- આપની કૃપાદૃષ્ટિની ક્ષણમાત્ર પ્રાપ્તિ માટે
પાત્રીભૃતાઃ = (જે) પાત્ર બન્યા છે. સ્વીકૃત્તાઃ = (અને) સ્વીકારાયા છે તેઓ
= ધન્ય (છે.)
તે
ધન્યાઃ
=
જીવનમાં કોઈ સાચા સંતનો સમાગમ થવો તે તો ઈશ્વરકૃપાનું કે દેવના અનુગ્રહનું પરિણામ છે. ઘણીવાર એવું બને છે કે, ગુરુ આપણને પ્રાપ્ત થાય પરંતુ ગુરુ દ્વારા આપણે સ્વીકૃત ન થઈએ અર્થાત્ આપણે કોઈ સાચા સંતને ગુરુ તરીકે માની લીધા હોય, સ્વીકાર્યા હોય પરંતુ ગુરુ જ્યાં સુધી આપણને ન સ્વીકારે ત્યાં સુધી તેમની કરુણાર્દષ્ટિ આપણને પ્રાપ્ત થતી નથી. આમ, ગુરુ દ્વારા અસ્વીકૃત અને તેમની કૃપાદૃષ્ટિથી વંચિત એવા શિષ્યને ગુરુસમાગમનું સત્સંગરૂપી ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ સદ્ભાગ્યે જો આપણે ગુરુ દ્વારા સ્વીકૃત થઈ ચૂક્યા હોઈએ, જો ગુરુની કૃપાપાત્ર બની ચૂક્યા હોઈએ તો ગુરુ સમક્ષ અહંકારમુક્ત થઈ ઉપસ્થિત થવું જોઈએ. શરણાગત ભાવથી શિષ્યભાવે નમ્રતાપૂર્વક તેમની સમક્ષ આપણા હૃદયને ખુલ્લું મૂકી, આપણી મર્યાદા છતી ક૨વી જોઈએ તથા મોક્ષ માટેની આપણી તત્પરતા તેમજ ઉત્સુકતાને અભિવ્યક્ત કરવી જોઈએ. આમ જો નહીં થાય તો ગુરુ તો મળશે પરંતુ મોક્ષના દ્વાર આપણા માટે બંધ રહેશે. તેથી જ ગુરુનું સાંનિધ્ય મેળવ્યા બાદ પોતાના ધ્યેય પ્રત્યે સજાગ એવા શિષ્ય દ્વારા ભવતાપમાંથી છૂટવા માટે ગુરુકૃપાની યાચના કરતા પ્રસ્તુત શ્લોકમાં જણાવાયું છે કે, ‘હે ગુરુ ! બ્રહ્માનંદમાં નિમગ્ન એવા આત્મરસાનુભૂતિથી સંપન્ન આપ મારા પર કૃપા કરો. આપની પવિત્ર શીતળ સ્વચ્છ વેદાંતવાણીરૂપી કળશ દ્વારા મારી કર્ણેન્દ્રિયને પાવન કરો. સંસારના દાવાનળથી દાઝેલા, દારુણ તાપમાં સંતપ્ત એવા મને આપની પ્રજ્ઞાનવાણીરૂપી કળશથી સંસારતાપના દાહને શાતા અર્પે તેવા અમૃતરૂપી અજ્ઞાનનાશક વાક્યોથી અનુગ્રહિત કરો. જ્ઞાનામૃતરૂપી વાક્યોનું સિંચન કરી અજ્ઞાનજન્ય સંસા૨દાવાનળમાં સંતાપ પામેલા મને ભવવ્યાધિના દુઃખમાંથી ઉગારો. ક્ષણમાત્ર માટે જે આપની આવી કૃપાથી અનુગ્રહિત થયા છે તેઓ પણ ધન્ય છે. મને પણ આપની કૃપાના પાત્ર તરીકે સ્વીકારી, મારા