________________
૧૨૫
આ પ્રમાણે શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, નિષ્પાપ, નિષ્કામ, શાંત અને અકારણ દયાના સાગર એવા ગુરુ સમીપ વિનમ્રભાવે જઈ તેમની ભક્તિપૂર્વક સેવા-સુશ્રુષા કરી, તેમને પ્રસન્ન કરી, તેમની શરણાગતિ સ્વીકારી પોતાને મૂંઝવતા કે પછી પોતાનું અજ્ઞાન દૂર થાય તેવા પૂશ્નો પૂછવા જોઈએ. ગુરુની સેવા કરી સૌ પ્રથમ તેમની સાથે આત્મીયતાનો નાતો જોડવો આવશ્યક છે. જો આમ થશે તો જ ગુરુ સાથેનો સંવાદ શક્ય બનશે. સેવા દ્વારા તેમના સાંનિધ્યમાં આવવાથી જ ગુરુને શિષ્યના અધિકારની જાણ થાય છે અને તો જ તેવા શિષ્યના અધિકારને ધ્યાનમાં લઈ તે પ્રમાણેનો ઉપદેશ ગુરુ તેને આપી શકે. પરંતુ ગુરુની સેવા એટલે શું તે સ્પષ્ટપણે જાણી લેવું જોઈએ. માત્ર બાહ્ય આચાર કે પછી વાકપટુતા દ્વારા ગુરુને પ્રસન્ન કરી શકાશે નહીં. તેમની આગળ-પાછળ રહી માત્ર તેમને ખુશ કરવાના પ્રયત્નો જો થશે તો ગુરુને છેતરતાં પૂર્વે સ્વયં શિષ્ય જ પોતાના અજ્ઞાનજન્ય અહંકારથી જાતે જ છેતરાઈ જશે. તેમ ન થાય તે માટે શિષ્ય, ગુરુ જે કંઈ ઉપદેશે, જે કંઈ આદેશ આપે અથવા તો જે કંઈ વાત કરે તેને બ્રહ્મવાક્ય સમજી, ગુરુઆજ્ઞા જાણી, તેમના દ્વારા અપાયેલા આદેશો તથા ઉપદેશોને શિરોમાન્ય કરી, તે પ્રમાણેનું વર્તન કરવું તે જ સાચી ગુરુસેવા છે. તત્ત્વાર્થે તો સાધનચતુષ્ટય સંપન્ન અધિકારી બની મોક્ષમાર્ગે પ્રયાણ કરી આત્મસાક્ષાત્કારને પ્રાપ્ત કરવું તે જ ગુરુની સાચી સેવા છે. પરંતુ જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત ન થાય, ચિત્તશુદ્ધિ ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી ગુરુ જેમ કહે તેમ કરવામાં જ શિષ્યનું શ્રેય રહેલું છે. આમ, ગુરુસેવા દ્વારા ગુરુ સાથેના સંવાદનો નાતો પ્રસ્થાપિત કરી સ્વયનું અજ્ઞાન દૂર થાય તે સંદર્ભે પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કરવો. આ જ વાત પોતાના ભક્ત અને શિષ્ય એવા અર્જુનને ઉપદેશતાં ભગવાને જણાવ્યું છે કે,
"तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥"
[ભ. ગીતા અ-૪-૩૪] તે જ્ઞાનને દંડવત પ્રણામ કરી સેવા વડે તથા વિવિધ પ્રશ્નો